Budh Ast 2023: સૂર્યગ્રહણ બાદ બુધ થશે અસ્ત, આ 3 જાતકોના જીવનમાં જોવા મળશે મોટી હલચલ
Budh Ast 2023 in Aries: બુધ એપ્રિલ મહિનામાં મંગળ ગ્રહની રાશિ મેષમાં અસ્ત થવા જઈ રહ્યો છે. બુધ અસ્તનો ત્રણ રાશિના જાતકોને મહાલાભ મળશે.
Budh Ast 2023 in Aries: બુધ સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છે અને તેનો આકાર પૃથ્વીના ચંદ્રમાથી થોડો મોટો છે જે તેને સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ બનાવે છે. બુધનું જ્યોતિષિય મહત્વ થોડુ વધુ છે. બુધને ઉચ્ચ બુદ્ધિ, સારો સંચાર અને વેપારને કારક માનવામાં આવે છે. તો બીજીતરફ જો બુધનો સંબંધ રાહુ-કેતુ અને મંગળ જેવા પાપ ગ્રહો સાથે છે તો જાતકોએ સંઘર્ષ અને વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો બુધ ગુરૂ જેવા શુભ ગ્રહોની સ્થિત જન્મકુંડળીમાં ઉચ્ચ છે તો જાતકો માટે સકારાત્મક પરિણામ તેના વેપાર અને સટ્ટા પ્રથાઓ વગેરેના સંબંધમાં ડબલ થઈ શકે છે. બુધ 23 એપ્રિલ 2023ના રાત્રે 11.58 કલાકે મેષ રાશિમાં અસ્ત થવાના છે. બુધ અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોને મહાલાભ મળશે.
બુધ અસ્તથી ત્રણ રાશિના જાતકોને થશે લાભ
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે બુધ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને પહેલા ભાવમાં અસ્ત થઈ જશે. બુધનું આ અસ્ત થવું મેષ રાશિના જાતકોને પ્રયાસ કરવા માટે પ્રેરિત કરશે. આ સમય તમારા કરિયરમાં વિકાસનો નવો અવસર પ્રદાન કરશે. આ જાતકો માટે તેના નોકરીના સંબંધમાં સારા સમાચાર મળી શકે છે. જે લોકો સરકારી નોકરીની તકો કે પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તે સફળતા મેળવશે. તમે તમારા સ્પર્ધક સામે મજબૂત બનીને ઉભરશો. વ્યાવસાયમાં લાગેલા વ્યક્તિઓને પોતાના કૌશલ પર વિશ્વાસ થશે અને ધીમે-ધીમે પરંતુ ચોક્કસ રૂપથી તેના ધંધામાં નફો વધશે.
આ પણ વાંચોઃ Guru Gocahr 2023: 500 વર્ષ બાદ અખાત્રીજ પર ગુરૂ ગોચર, આ ત્રણ જાતકોનું ભાગ્ય ચમકી જશે
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે બુધ પહેલા અને ચોથા ભાવનો સ્વામી છે અને 11માં ભાવમાં અસ્ત થઈ જાય છે. આ રાશિમાં જન્મ લેવારને જીવનના દરેક પાસામાં સારા માનવામાં આવ્યા છે. તમારો પાયો બનાવવા અને કેટલાક ઝનૂની કામ કરવા માટે આ સારો સમય છે. જ્યાં સુધી કરિયરનો સંબંધ છે તો બુધ અસ્ત થોડો ખરાબ સમય આપી શકે છે પરંતુ આ ભવિષ્ય માટે તૈયારી કરવા અને સફળતાની રાહ જોવા માટે એક સારો સમય છે. વેપારમાં લાગેલા જાતકોને પોતાના વ્યવસાયની રણનીતિઓમાં ફેરફાર કરી અને વધતી સ્પર્ધા માટે તૈયાર રહેવાની જરૂરીયાત છે.
કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે બુધ પહેલા અને ચોથા ભાવનો સ્વામી છે અને અષ્ટમ ભાવમાં અસ્ત થશે. કન્યા રાશિના જાતકો માટે આ સમય સારો થઈ શકે છે અને તે બુધ અસ્ત દરમિયાન સારા કામ અને પ્રતિષ્ઠાનો આનંદ લઈ શકે છે. સટ્ટા કે વેપાર સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આ સારો સમય છે. તમારે આ દરમિયાન સફળતા અને લાભ પ્રાપ્ત કરવા વિશે વિચારવું જોઈએ અને યોજના બનાવવી જોઈએ જેથી તમને ભવિષ્યમાં લાભ મળી શકે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube