Budh Asta 2023: કુંડળીમાં જ્યારે બુધ ગ્રહ નબળો હોય ત્યારે વ્યક્તિમાં એકાગ્રતાની ખામી, ગ્રહણ શક્તિની ખામી, સ્મૃતિ હાની અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાત જોને બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. પંચાંગ અનુસાર 19 જૂને વૃષભ રાશિમાં બુધ અસ્ત થશે. બુધના અસ્ત થવાથી બધી જ રાશિના લોકો ઉપર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારનો પ્રભાવ જોવા મળશે. આજે તમને એ ત્રણ રાશિ વિશે જણાવીએ જેને બુધ ગ્રહ અસ્ત થવાથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન નકારાત્મક અસર સહન કરવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ


બુધના અસ્થ થવાથી ખર્ચ વધારે રહેશે અને પરિવારમાં સમસ્યાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. બુધ અસ્થ થવાથી પદોનતી જેવા લાભ નહીં મળે. આ ઉપરાંત ધનહાનિ પણ થઈ શકે છે. જાતક ને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. 


કર્ક રાશિ


કર્ક રાશિ ના જાતકોને પણ બુધના અસ્ત થવાથી નકારાત્મક અસર જોવા મળશે. કામના કારણે પરિવારને સમય ઓછો આપી શકાશે. કાર્ય ક્ષેત્રમાં પડકાર જનક સમયનો સામનો કરવો પડશે. નોકરી બદલવી હોય તો હાલ સમય યોગ્ય નથી. માતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા થઈ શકે છે.


સિંહ રાશિ


સિંહ રાશિના જાતકો માટે પણ બુધનું અસ્ત થવું અશુભ પરિણામ લાવશે. આ સમય દરમિયાન કાર્યોમાં ભાગ્યનો સાથ નહીં મળે. વેપારમાં પણ નફાને બદલે નુકસાન વધી શકે છે. આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. આ સમય દરમિયાન વ્યર્થ ખર્ચમાં વધારો થશે અને બચત નહીં થઈ શકે. જીવનસાથી સાથેના સંબંધ પણ ખરાબ થઈ શકે છે.