Budh Dosh Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની વ્યક્તિના જીવન પર વ્યાપક અસર જોવા મળે છે. જો કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓ થાય છે. જેમકે જો બુધ ગ્રહ નબળો હોય અથવા અશુભ પ્રભાવ આપતો હોય તો વ્યક્તિના જીવનમાં ધન, સંપત્તિ અને સુખ-શાંતિનો અભાવ રહે છે. જ્યારે કોઈ ગ્રહ અશુભ અસર આપે ત્યારે પણ વ્યક્તિને તેના કારણે થતી તકલીફ ભોગવવી પડે છે. જો કુંડળીમાં બુધ દોષ હોય તો તેના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. વ્યક્તિને દરેક ક્ષેત્રમાં અસફળતા મળે છે. આજે તમને કુંડળીના બુધ દોષને દૂર કરવાના સરળ ઉપાય જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પૈસા ગણતી વખતે કરેલી આ ભુલ વ્યક્તિને કરે છે કંગાળ, જીવનભર ખિસ્સા રહે છે ખાલી


અહીં હવામાન વિભાગ નહીં મંદિર કરે છે વરસાદની આગાહી, મંદિર જણાવે છે કેવું રહેશે ચોમાસુ


આજે નિર્જળા એકાદશી, 2 શુભ યોગમાં કરો આ દુર્લભ મંત્રનો જાપ, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન


બુધ દોષ દૂર કરવાના ઉપાય


- શાસ્ત્રો અનુસાર બુધની સ્થિતિ મજબૂત કરવા માટે બુધવારે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. આ સિવાય ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ લાભ થાય છે.


- શાસ્ત્રો અનુસાર બુધવારના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ. સાથે જ તેનું સેવન કરવાથી બુધની સ્થિતિ મજબૂત થાય છે અને દોષથી મુક્તિ મળે છે.


- બુધવારના દિવસે બુધના બીજ મંત્ર "ॐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ:" મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. જો તમે 1008 વખત જાપ કરો તો અતિ ઉત્તમ ગણાય છે. 


- બુધવારના દિવસે ભગવાન ગણેશને લાડુ અને દુર્વા ચઢાવવાથી પણ બુધ દોષ ઓછો થાય છે. 


- બુધનો અશુભ પ્રભાવ ઘટાડવા માટે વ્યક્તિ પરના ધારણ કરી શકે છે. પરંતુ તેને ધારણ કરતા પહેલા શાસ્ત્રોના નિષ્ણાંતની સલાહ લઈ લેવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)