Mercury Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ, નક્ષત્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. આ ગોચર કેટલાક માટે શુભ તો કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થતું હોય છે. અનેકવાર ગ્રહોના રાશિ પરિવર્તનથી શુભ યોગનું નિર્માણ થાય છે. ગ્રહોના રાજકુમાર કહેવાતો બુધ 7 ફેબ્રુઆરીના રોજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પરિવર્તન કરશે. બુધના ગોચરથી ભદ્ર રાજયોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગ કેટલીક રાશિઓ માટે વિશેષ ફાયદાકારક સાબિત થશે. જે તેમને ખુબ ધનલાભ કરાવશે અને દરેક કાર્યમાં સફળતા અપાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખુબ શુભ રહેશે. ભદ્ર રાજયોગની અસરથી આ લોકોનું ભાગ્ય ચમકી જશે અને તેમને દરેક પગલે સાથ મળશે. શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતા હાથ લાગશે. 


મિથુન
બુધ ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવશે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કામમાં સફળતા મળશે. ખાસ કરીને ધંધામાં જો ભાગીદારીમાં કામ કરતા હશો તો તમને જબરદસ્ત ફાયદો થશે. અપરણિત લોકો વિવાહના બંધનમાં બંધાય તેવી શક્યતા છે. 


આ વસ્તુઓ ઘરમાં વસાવશો તો ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા, મનાય છે સૌથી શુભ


Life Line: હાથની જીવન રેખામાં આ 4 ચિન્હો જાણશો તો જીવ બચી શકે


બરાબર 4 દિવસ બાદ સૂર્યનું થશે ગોચર, મેષ સહિત આ 4 રાશિના જાતકોના સિતારા ચમકશે


કન્યા
ભદ્ર રાજયોગથી કન્યા રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગશે. તેમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. લાંબા સમયથી ફસાયેલા પૈસા પાછા મળશે. દરેક કાર્યમાં સફળતા મળશે. અચાનક કોઈ સ્ત્રોતથી ધનલાભ થશે. ઘર પરિવારમાં ખુશહાલીનો માહોલ બનશે. 


ધનુ
ધનુ રાશિના જાતકો જો ક્યાંય રોકાણનો પ્લાન કરી રહ્યા હોય તો ભદ્ર રાજયોગના નિર્માણ થયા બાદ તેઓ કરી શકે છે. આ દરમિયાન ખુબ નફો થાય તેવા યોગ છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. કારોબારમાં પણ સારો નફો થશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube