Budh Gochar 2023: 19 ઓક્ટોબરથી 5 રાશિના લોકો થશે માલામાલ, મળશે નવી નોકરી, વેપારમાં થશે વૃદ્ધિ
Budh Gochar 2023: 19 ઓક્ટોબરે રાશિ પરિવર્તન પછી બુધ 22 ઓક્ટોબરે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પછી 31 ઓક્ટોબરે વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ બુધ તુલા રાશિમાંથી નીકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે આવનારા પંદર દિવસ કેટલા લોકો માટે કારકિર્દી અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાના છે. 5 રાશિના લોકો માટે ઓક્ટોબરના છેલ્લા 15 દિવસ ખૂબ જ શુભ સાબિત થશે.
Budh Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વેપાર અને સંવાદનો કારક ગ્રહ છે. જો કુંડળીમાં બુધ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ સફળ ઉદ્યોગપતિ બને છે વ્યક્તિ પોતાની બુદ્ધિમત્તા અને વાણીના જોર પર સફળતા પ્રાપ્ત કરે છે. પંચાંગ અનુસાર 19 ઓક્ટોબરે બુધ કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં પરિવર્તન કરશે. બુધ પોતાની સ્વરાશિ કન્યા છોડીને શુક્રની તુલા રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે મોટા ફેરફાર જોવા મળશે.
19 ઓક્ટોબરે રાશિ પરિવર્તન પછી બુધ 22 ઓક્ટોબરે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પછી 31 ઓક્ટોબરે વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ બુધ તુલા રાશિમાંથી નીકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે આવનારા પંદર દિવસ કેટલા લોકો માટે કારકિર્દી અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાના છે. 5 રાશિના લોકો માટે ઓક્ટોબરના છેલ્લા 15 દિવસ ખૂબ જ શુભ સાબિત થશે.
બુધના ગોચરથી આ રાશિઓને થશે ફાયદો
આ પણ વાંચો:
અષ્ટમી પર બની રહ્યો છે અદભુત સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અક્ષય ફળ
Rahu Gochar 2023: 30 ઓક્ટોબરે રાહુ બદલશે રાશિ, 3 રાશિના લોકો રાતોરાત બનશે ભાગ્યશાળી
Dhan Potli Upay: ચમત્કારી છે ધનની આ પોટલી, તેની સામગ્રી રાતોરાત વ્યક્તિને બનાવે અમીર
મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોને ખૂબ જ લાભ થવાનો છે આ રાશિના લોકોનું અટકેલું ધન પરત મળશે અને કારકિર્દીમાં સફળતા મળશે આ સમય દરમિયાન તમે સફળતાની સીડીઓ ચઢશો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ બુધનું રાશિ પરિવર્તન શુભ ફળદાયી રહેવાનું છે. 19 ઓક્ટોબરથી આ રાશિના લોકોને બુધ અઢળક ધન અને સફળતા આપશે. અચાનક આ રાશિના લોકોને ધન પ્રાપ્ત થઈ શકે છે.
ધન રાશિ
ધન રાશિના લોકોને બુધનું ગોચર આર્થિક મજબૂતી આપશે કારોબારની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ શુભ છે. વેપારનો પણ વિસ્તાર થશે અને આવકમાં વધારો થશે આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે
આ પણ વાંચો:
Astro Tips: ઘરની તિજોરી સંબંધિત આ ઉપાય ચમકાવી શકે છે તમારું ભાગ્ય, રાતોરાત બનશો અમીર
ઘરની આ જગ્યાએ ઝાડૂ-પોતા રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પર્સમાં નથી ટકતા રુપિયા
મકર રાશિ
મકર રાશિના લોકોને બુધનું રાશિ પરિવર્તન અત્યંત શુભ ફળ આપશે આ રાશિના જાતકોને કારકિર્દીમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે આ સમય દરમિયાન મોટી ઉપલબ્ધી પણ પ્રાપ્ત થઈ શકે છે વેપારમાં નફો થશે અને પૈતૃક સંપત્તિથી પણ લાભ થશે.
કુંભ રાશિ
બુધનું ગોચર કુંભ રાશિના લોકોને ભરપૂર લાભ કરાવશે. આ સમય દરમિયાન કારોબારમાં તેજી આવશે અને અટકેલા કામ પૂરા થવા લાગશે આ રાશિના લોકો પોતાની વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)