નવી દિલ્હીઃ Mercury transit astrology: દર મહિને ગ્રહોની ચાલ બદલાતી રહે છે. જૂન મહિનામાં પણ ઘણા મહત્વના ગ્રહોની ચાલ બદલાવાની છે. તેમાંથી એક બુધ ગ્રહ પણ છે. તે 7 જૂને સાંજે 7 કલાક 40 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેમનું આ રાશિ પરિવર્તન શુક્રની રાશિમાં થશે અને બંને સારા મિત્ર માનવામાં આવે છે. તેવામાં આ ગોચરને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ ગોચરનો 5 રાશિઓ પર અનુકૂળ પ્રભાવ પડશે અને તેને શુભ પરિણામ મળશે. તેને કરિયરમાં સફળતા હાસિલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધ ગોચરથી આ જાતકોને થશે લાભ
વૃષભ રાશિ

બુધનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે સુખદ પરિણામ લઈને આવશે. ખાસ કરીને ધન અને કરિયરના ક્ષેત્રમાં સારા પરિણામ જોવા મળશે. નોકરીમાં સારા અવસર પ્રાપ્ત થશે. આ સમયમાં ધનલાભ થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે. આ દરમિયાન બુદ્ધિ પ્રખર થશે, જેના કારણે દરેક કામમાં સફળતા મળવા લાગશે. 


આ પણ વાંચોઃ Nakshatra: આ નક્ષત્રમાં જન્મેલા લોકો હોય છે આકર્ષક અને રોમેન્ટિક


કર્ક રાશિ
બુધના આ રાશિ પરિવક્તનથી કાર્યક્ષેત્રમાં નવા અવસર પ્રાપ્ત થશે અને કેટલાક મોટા લાભ હાસિલ કરવામાં સફળ રહેશો. બિઝનેસ કરનાર માટે લોકોનો શુભ સમય રહેશે. આ દરમિયાન કારોબારમાં પ્રગતિ જોવા મળશે. દાંપત્ય જીવનમાં મધુર સંબંધ સ્થાપિત થશે અને પ્રેમ સંબંધ આગળ વધશે. 


કન્યા રાશિ
બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ સમયમાં કરિયરને લઈને શાનદાર અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં જે લોકો લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યાં છે, તે અવસર આ દરમિયાન મળી શકે છે. કારોબારીને નફો થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે અને આર્થિક પ્રગતિ થશે. 


મકર રાશિ
બુધ ગોચર મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ દરમિયાન ઈચ્છિત ફળ મળશે. ભાગ્યનો સાથ મળવાથી ધન લાભ થશે. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યાં છો તેની આ શોધ પૂરી થશે. આર્થિક મામલા માટે પણ આ ગોચર ફાયદાકારક સાબિત થશે, જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે.


આ પણ વાંચોઃ 15 જૂનથી આ 3 રાશિવાળાઓનું રાતોરાત ચમકી જશે કિસ્મત, ધનના તો ઢગલા થશે!


મીન રાશિ
બુધનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતતો માટે શુભ સમાચાર લઈને આવશે. નોકરીમાં ઈચ્છિત પરિણામ મળી શકશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યાં છે, તેને ઈચ્છિત જોબ મળી શકે છે. ધન લાભ થવાની સાથે ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube