Budh Gochar 2023: બસ 3 દિવસ પછી થશે બુધ ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, બારમાંથી આ 3 રાશિને લખલુટ ફાયદો
Budh Gochar 2023: કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ જેટલી અસર કરે છે તેટલી જ અસર બુધના રાશિ પરિવર્તનથી થાય છે. જ્યારે પણ બુધ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 12 રાશિના લોકો ઉપર પણ તેની સારી અને ખરાબ એમ બંને પ્રકારની અસર પડે છે. તેવામાં 25 જુલાઈ 2023 ના રોજ બુધ ગ્રહ ગોચર કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશથી ત્રણ રાશિના જાતકોને લખલુટ ફાયદો થવાનો છે.
Budh Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, તર્ક, વાણી અને સંવાદનો કારક ગ્રહ છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય તેઓ બુદ્ધિમાન વાણીમાં નિપુણ અને તર્કમાં માહેર હોય છે. જેનો બુધ મજબૂત હોય તે પોતાના દમ પર સફળતાની સીડીઓ ચડે છે. પરંતુ જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેના જીવનમાં વાણી સંબંધિત સમસ્યા આવે છે, યાદશક્તિ નબળી હોય છે અને મંદબુદ્ધિ પણ હોઈ શકે છે.
કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ જેટલી અસર કરે છે તેટલી જ અસર બુધના રાશિ પરિવર્તનથી થાય છે. જ્યારે પણ બુધ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 12 રાશિના લોકો ઉપર પણ તેની સારી અને ખરાબ એમ બંને પ્રકારની અસર પડે છે. તેવામાં 25 જુલાઈ 2023 ના રોજ બુધ ગ્રહ ગોચર કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશથી ત્રણ રાશિના જાતકોને લખલુટ ફાયદો થવાનો છે.
બુધના રાશિ પરિવર્તનથી આ ત્રણ રાશિને ફાયદો
આ પણ વાંચો:
રાશિફળ 21 જુલાઈ: કન્યા અને તુલા રાશિના લોકોને શુક્રવારે થશે ધન લાભ, મળશે સફળતા
શુક્રવારે કરેલા આ ઉપાયથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, દુર થાય છે આર્થિક સંકટ
સુખ-સમૃદ્ધિથી લઈ સંતાન સુખ અપાવી શકે છે ગાય સંબંધિત આ ઉપાય, અજમાવીને કરી લો અનુભવ
મિથુન રાશિ
બુધના સિંહ રાશિમાં પ્રવેશથી મિથુન રાશિના જાતકો પોતાના લક્ષને પ્રાપ્ત કરવામાં સફળ થશે જે પણ કાલ હાથમાં લેશે તે સારી રીતે પૂર્ણ થશે જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે સંપત્તિ કે વાહનની ખરીદી થઈ શકે છે નવી નોકરીની ઈચ્છા પૂરી થશે વેપારમાં સફળતા મળશે રોકાણથી લાભ થશે.
સિંહ રાશિ
બુધના ગોચર થી સિંહ રાશિને પણ ફાયદો થશે. ભુજ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં જ પ્રવેશ કરશે જેના કારણે આ રાશિના જાતકોની અધૂરી ઈચ્છા પૂરી થશે. કોઈ મહત્વપૂર્ણ કામ હશે તો તેમાં સફળતા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન ધન લાભ થશે. વેપારીઓ માટે આ સમયે લાભકારી.
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર છે. બુધના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને પણ લાભ થવાનો છે. પરિવારના સહયોગથી આ રાશિના લોકોના અધૂરા કામ પુરા થશે. નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે. મનુવંશિક પદ અને પૈસા મળશે. નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આશ મેં દરમ્યાન તમને મહેનતનું પૂરું ફળ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)