Budh Gochar 2024 ka Rashiyon par Parbhav: બ્રહ્માંડમાં બુધ ગ્રહ સૂર્ય દેવનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ છે. તેણે મિથુન અને કન્યા રાશિના સ્વામી માનવામાં આવે છે. તે જીવનમાં વાણી અને બુદ્ધિને નિયંત્રિત કરનાર ગ્રહ માનવામાં આવે છે. જોકે, જ્યારે તે કોઈ વ્યક્તિના કુંડળીમાં નકારાત્મક સ્થિતિમાં હોય છે, તો ત્વચા, તંત્રિકા તંત્ર, ફેફસા અને કાન સાથે જોડાયેલી સમસ્યાઓ પૈદા કરવાનું કામ કરે છે. ગ્રહોમાં સૌથી યુવા હોવાના કારણે તેણે ગ્રહોના રાજકુમાર પણ કહેવામાં આવે છે. તે 26 નવેમ્બર 2024 એ સવારે 7.39 વાગે વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેમના આ ગોચરથી 5 રાશિવાળા જાતકોની જિંદગીમાં ઉથલ પાથલ મચાવી શકે છે. તેમણે કામકાજમાં નુકસાન વેઠવું પડી શકે છે. પરિવારમાં કલેશ વધશે અને સંતાનો તરફથી પણ મુસ્કેલીઓ આવશે. એવામાં આ પાાંચ રાશિવાળા જાતકોને સતર્ક રહેવા અને બુધ ગોચર થતાં જ વિશેષ ઉપાય કરવાની જરૂર છે, જેનાથી આ સંકટ ટળી શકે છે. આવો જાણીએ કે તે 5 રાશિઓ કઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિવાળા જાતકોની કુંડળીમાં બુધની સ્થિતિ કમજોર રહેશે, જેનાથી આર્થિક જીવનમાં તમારે નુકસાન વેઠવું પડશે. કાર્યસ્થળ પર તમારે કામનો બોજ વધી શકે છે. યોગ્ય અવસર પ્રાપ્ત થાય તેમ છતાં તમારે તોનો લાભ ઉઠાવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે અવિશ્વાસ પૈદા થઈ શકે છે. આંખોમાં બળતરા અને દાંતમાં દર્દની સમસ્યાઓ થઈ શકે છે. રાહત માટે રોજ “ॐ भौमाय नमः” નો 19 વખત જાપ કરો.


મિથુન રાશિ
એક પછી એક ખર્ચાઓ ઉભા થઈ શકે છે જેને સંભાળવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં પ્રતિસ્પર્ધીઓ તરફથી તમને સખત ટક્કરનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત લોકોને તેમના સાથીદારો સાથે મતભેદ અથવા વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે તમે તણાવમાં આવી શકો છો. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.


કર્ક રાશિ
બુધના ગોચરથી કરિયરના ક્ષેત્રમાં તમારા પર કામનું દબાણ સૌથી વધુ વધી શકે છે. તમારા ખર્ચ આવકથી વધારે થઈ શકે છે જે તમારા માટે તણાવનું કારણ બની શકે છે. બુધના વક્રી અવસ્થા દરમિયાન લોકોનો તમારા પરથી ભરોસો ઉઠી શકે છે, જે ફરીથી હાંસિલ કરવા માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અંગત સંબંધોમાં અહંકાર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારા બાળકના સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. દરરોજ 21 વાર “ઓમ સોમાય નમઃ” નો જાપ કરવાથી રાહત મળે છે.


તુલા રાશિ
આ રાશિના વેપાર કરનાર જાતકોનો નફો ઓછો થઈ શકે છે. બિઝનેસ પાર્ટનરની સાથે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. કામના કારણે તમારે યાત્રાઓ કરવી પડે એમ છે, પરંતુ  પર્યાપ્ત ફળ ના મળવાના કારણે તમે અંતુષ્ટિ પૈદા થઈ શકે છે. તમે ગમે એટલા પૈસા કમાશો, તેની બચત કરવામાં અસમર્થ રહેશો. બાળકોની પ્રગતિને લઈને ચિંતા વધી શકે છે. સકારાત્મક પક્ષની વાત કરીએ તો તમારા અભિપ્રાય આધ્યાત્મ પ્રત્યે વધશે. દરરોજ “ॐ गुरवे नमः” નો 21 વાર જાપ કરવાથી ફાયદો થશે.


વૃશ્વિક રાશિ
બુધ ગ્રહ આ રાશિમાં ગોચક કરવા જઈ રહ્યો છે. તેના કારણે તમારા વેપારમાં ઘટાડો જોવા મળી શકે છે. પૈસા કમાવવાના માર્ગમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. નોકરી કરનાર જાતક પોતાની જોબને લઈને તણાવમાં રહેશે અને તે સ્વિચ ઓન કરવાની કોશિશ કરતા નજરે પડશે. અચાનક માથાનો દુખાવો અને કપકપીની સમસ્યાથી પીડાશો. ઉપાય માટે રોજ “ॐ हनुमते नमः” નો 11 વાર જાપ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)