નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ ગોચર કરી શુભ અને અશુભ યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 15 જૂને ત્રિગ્રહી યોગનું નિર્માણ મિથુન રાશિમાં થવાનું છે. આ યોગનું નિર્માણ બુધ, શુક્ર અને સૂર્ય દેવની યુતિથી થશે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને આ યોગથી વિશેષ લાભ મળવાનો છે. આવો તે રાશિ વિશે જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તો તમારી સુખ સુવિધામાં વધારો થશે અને તમને શાનદાર સફળતા પ્રાપ્ત થશે. કરિયરની વાત કરીએ તો તમને કમારા કામમાં પ્રસિદ્ધિ મળશે. સાથે આ સમય દાંપત્ય જીવન શાનદાર રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સાથે ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળી શકે છે. 


કન્યા રાશિ
ત્રિગ્રહી યોગ કન્યા રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે બિઝનેસની વાત કરીએ તો તમને આ દરમિયાન કારોબાર સ્થાપિત કરવાની તક મળશે. જે લોકો બેરોજગાર છે તેને નોકરી મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેને પ્રમોશન મળી શકે છે. સાથે ઈચ્છિત જગ્યાએ બદલી થઈ શકે છે. આ દરમિયાન તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. 


આ પણ વાંચોઃ 500 વર્ષ બાદ 5 રાજયોગ બનવાથી આ જાતકોનું ચમકશે ભાગ્ય, નોકરી-ધંધામાં મળશે સફળતા


તુલા રાશિ
તમારા માટે ત્રિગ્રહી યોગ ખાસ રહેસે. કારણ કે આ યોગ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમે બચત કરવામાં સફળ થશે. આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારા કામમાં પ્રસિદ્ધિ થશે. સાથે ઘર-પરિવારમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.