Budh Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જ્યારે પણ બુધનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તમામ 12 રાશિઓના લોકોને અસર થાય છે. બુધ ગ્રહ વાણી, કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે. તેવામાં 1 ઓક્ટોબર 2023 ના રોજ બુધ ગોચર કરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધના આ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર થવા જઈ રહી છે. પરંતુ 3 રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ પરિણામ આપશે. 1 ઓક્ટોબર 2023 થી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


આ પણ વાંચો:


Ravivar Upay: રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


રાશિફળ 13 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર રહેશે સૂર્યની કૃપાદ્રષ્ટિ, મળશે સફળતા વધશે કીર્તિ


Kaal Sarp Dosh: કાલ સર્પ દોષથી છુટકારો મેળવવો છે તો કરો આ ઉપાય, તુરંત જોવા મળશે અસર


વૃષભ રાશિ


બુધનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ લોકોને આર્થિક લાભ થશે. કોઈ મોટું કામ પૂરા થવાથી તમે ઘણી રાહત અને આનંદ અનુભવશો. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. સંતાન તરફથી તમને સુખ મળશે. અચાનક ક્યાંકથી મળેલા પૈસા તમારા બધા કામ કરશે.


કન્યા રાશિ


બુધનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આ લોકોને બુધની કૃપાથી ધનની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપાર કરનારાઓને ફાયદો થશે. વેપારનો વિસ્તાર થશે. તમને નવી તકો મળશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. અટકેલા કામ પૂરા થશે.


મકર રાશિ
 
બુધનું ગોચર મકર રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય તમને ભાગ્યશાળી બનાવશે. તમને કાર્યોમાં સફળતા મળશે. ધર્મમાં રસ વધશે. પ્રવાસ પર જઈ શકો છો. યાત્રા તમને લાભ આપશે. યુવાનોનું વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)