Budh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતા
Budh Gochar 2024: બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
Budh Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર બુધ ગ્રહ અત્યાર સુધી મીન રાશિમાં ગોચર કરતો હતો પરંતુ એક રાશિ ચક્ર પૂર્ણ કરીને હવે બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
બુધનું રાશિ પરિવર્તન 5 રાશિઓ માટે શુભ
આ પણ વાંચો: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
મેષ રાશિ
મેષ રાશિના લોકોને નવી નોકરીની તક પ્રાપ્ત થશે. કારકિર્દીમાં આગળ વધશો. બિઝનેસનો વિસ્તાર થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાના પ્રયત્નો સફળ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોકે ખર્ચ વધારે થઈ શકે છે.
મિથુન રાશિ
બુધ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. મિથુન રાશિના લોકો પર બુધ ગ્રહ સામાન્ય રીતે મહેરબાન જ રહે છે. તેમાં મેષ રાશિમાં બુધનું ગોચર કારકિર્દીમાં લાભ કરાવશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. આર્થિક સફળતા મળશે. કરિયરમાં સ્થિરતા આવશે. નોકરી બદલવાનું વિચારતા લોકોને સફળતા મળશે. આ સમય દરમિયાન મહેનતનું ફળ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને બુધનું રાશિ પરિવર્તન મહેનતનું ફળ અપાવશે. જીવનમાં ધનની આવક વધશે. નવા સ્ત્રોતથી આવક થશે. આર્થિક તંગી ખતમ થઈ જશે. નોકરી અને વેપારમાં સ્થિતિ સારી
તુલા રાશિ
તુલા રાશિના લોકોને બુધનું ગોચર લાભ કરાવશે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. નવી તક મળશે. નોકરીમાં પગાર વધારો કે પ્રમોશન પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અઢળક ધનલાભ થશે. જૂની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.
આ પણ વાંચો: 19 મેથી બદલાઈ જશે આ લોકોનું ભાગ્ય, કરોડપતિ બનવાની ઉજ્જવળ તક, શું તમારી છે આ રાશિ?
મકર રાશિ
મકર રાશિના લોકોને બુધ ગ્રહ લાભ કરાવશે. જે પણ કાર્ય કરશો તેમાં શુભ પરિણામ મળશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. કારોબારીઓને નવી ડીલ મળી શકે છે. આ સમય દરમિયાન ભાગ્ય ડગલેને પગલે સાથ આપશે. દરેક કાર્ય સફળ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)