Budh Ast: દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. સાથે જ જ્યારે તે સૂર્યની નજીક પહોંચે છે તો તે અસ્ત પણ થાય છે. જે રીતે ગ્રહોનું રાશિ પરિવર્તન મહત્વનું હોય છે તે રીતે જ જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેની પણ શુભ અને અશુભ અસર હોય છે. કારણ કે જ્યારે ગ્રહ અસ્ત થાય છે તો તેની શક્તિ ઘટી જાય છે અને તે અશુભ ફળ દેવા લાગે છે. જોકે દરેક રાશિના લોકોને ગ્રહ અસ્ત થઈને અશુભ ફળ આપે તેવું નથી કેટલાક ગ્રહો અસ્ત થઈને પણ શુભ ફળ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ધન અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર કરશે શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ, 3 રાશિને થશે લાભ


8 ફેબ્રુઆરી 2024 અને ગુરુવારે બુધ ગ્રહ અસ્ત થવા જઈ રહ્યો છે. મકર રાશિમાં બુધ ગ્રહ અસ્ત થશે અને તેના કારણે બધી જ રાશિના લોકોના જીવનના ધન, કરિયર, વાણી બુદ્ધિ સહિતના ક્ષેત્રો પર અસર થશે. જો કે ત્રણ રાશિના લોકો એવા છે જેમને બુધ ગ્રહ અસ્ત થઈને પણ શુભ ફળ આપશે.


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન નોકરીમાં ઉચ્ચ પદ સાથે પગાર વધારો પણ મળી શકે છે. તમે તમારી બુદ્ધિના જોર પર સફળ થશો. કરિયરમાં સુખદ બદલાવ આવશે. વેપારીઓને લાભ થશે.


આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિ થશે અસ્ત, 11 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો માટે ભયંકર સમય થશે શરુ


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને બુધ ગ્રહ લાભ કરાવશે. જીવનમાં આવેલી સમસ્યાઓથી છુટકારો મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય શુભ છે. નોકરી અને વેપારમાં પણ ધન લાભ થશે. મહેનતનું ફળ મળશે સફળતાના નવા રસ્તા ખુલશે.


ધન રાશિ


ધન રાશિના જાતકોને બુધ અસ્ત થઈ શુભ ફળ આપશે. આ જાતકોને કરિયરમાં જે મુશ્કેલીઓ આવતી હતી તે દુર થશે. સફળતાના રસ્તા ખુલશે. નોકરી કરતા લોકોને બોસ અને સહકર્મીઓ સાથ આપશે. વેપારીને ધન લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.


આ પણ વાંચો: ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)