Budh Grah Gochar: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને પ્રમુખ ઘટના માનવામાં આવે છે. જ્યારે શક્તિશાળી ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દેશ, દુનિયાની સાથે લોકોના જીવનમાં પણ શુભ અશુભ પ્રભાવ જોવા મળે છે. 8 જુલાઈ અને શનિવારે રાત્રે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે જેની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળશે. બુધ ગ્રહના ગોચરથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેની સકારાત્મક અસર ત્રણ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. બુધ ગ્રહ 8 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 17 જુલાઈ સુધી સૂર્યદેવ પણ આ રાશિમાં છે. તેથી આ સમય દરમિયાન કર્ક રાશિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગના કારણે 3 રાશિના લોકો ભાગ્યશાળી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


5000 વર્ષ જુનું મહાદેવનું આ મંદિર છે ચમત્કારી, અકાળ મૃત્યુ અને રોગથી મળે છે મુક્તિ


Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ


પૈસાની તંગીથી જીવન છે બેહાલ ? તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે આ 3 ટોટકા


કર્ક રાશિ


કર્ક રાશિમાં આજ બુધાદિત્ય યોગનું નિર્માણ થયું છે તેથી આ રાશિના જાતકોને આ રાજયોગથી લાભ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન વિદેશી યાત્રાના યોગ પણ બની રહ્યા છે. વેપારમાં પણ નફો થશે. બેન્કિંગ કે શેર માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે પણ અનુકૂળ સમય છે. સામાજિક માન સન્માનમાં વધારો થશે અને અટકેલા કામ પૂરા થશે.


વૃશ્ચિક રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના લોકોને પણ બુધના ગોચરથી લાભ થવાનો છે. આ સમય સ્વાસ્થ્ય માટે સારો સાબિત થશે અને જૂની બીમારીઓથી છુટકારો મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. રિસર્ચ ક્ષેત્રે કામ કરતા જાતકો માટે આ સમય શુભ છે. નોકરી કરતા લોકો મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.


મકર રાશિ


મકર રાશિના લોકો માટે પણ બુધ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન કોર્ટ કચેરીના કેસથી મુક્તિ મળશે. કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આ સમય દરમિયાન સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને શત્રુ પરાજિત થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)