મીન રાશિમાં બુધ ગુરુ સૂર્યની યુતિ 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયગાળામાં રાશિ પરિવર્તન કરે છે. હાલ દેવગુરુ બૃહસ્પતિ સ્વરાશિ મીનમાં છે. જ્યારે બુધ અને સૂર્ય પણ મીન રાશિમાં છે. બીજી બાજુ 22 માર્ચના રોજ ચંદ્રમા પણ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે મીન રાશિમાં ગુરુ, બુધ, સૂર્ય અને ચંદ્રમાની યુતિ 4 ખુબ જ શુભ રાજયોગ- ગજકેસરી યોગ, નીચભંગ યોગ, બુધાદિત્ય યોગ અને હંસ યોગ બનાવશે. 100 વર્ષ બાદ આ પ્રકારે 4 રાજયોગનો મહાસંયોગ બની રહ્યો છે. જે કેટલીક રાશિવાળાને બંપર લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 4 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે


વૃષભ રાશિ 
વૃષભ રાશિવાળા માટે 4 મહાયોગનો આ સંયોગ ખુબ જ શુભ ફળ આપશે. તમારી મોટી પ્રગતિ થઈ શકે છે. અચાનક ધનલાભ થશે. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. તમારું આકર્ષણ વધશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જૂના રોકાણથી લાભ થશે. મોટું પદ મળી શકે છે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળાઓને આ રાજયોગ કામકાજમાં સફળતા અપાવશે. બેરજગારોને રોજગાર મળશે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં પ્રમોશન, ટ્રાન્સફર, સેલેરીમાં વધારો થવાના યોગ છે. સત્તા, શાસન સંલગ્ન કામ થશે. વેપારમાં સારા લાભ થશે. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળાને આ રાજયોગ જીવનમાં સારા દિવસો લાવશે. મોટો ધનલાભ થશે. ચારેકોરથી સફળતા મળશે. જીવનમાં સુખ સંપત્તિ વધશે. કોઈ મોટી બિઝનેસ ડીલ થઈ શકે છે. પાર્ટનર શીપના કામોમાં સફળતા મળી શકે છે. મેરેજ લાઈફ, લવ લાઈફ સારી રહેશે. 


કુંભ રાશિ
4 રાજયોગોનો સંયોગ કુંભ રાશિવાળા માટે મોટી રાહત લાવશે. શનિની સાડા સાતીના કારણે જીવનમાં જે કષ્ટ છે તે ઓછા થશે. ભાગ્યનો સાથ મળવા લાગશે. કામોમાં સફળતા મળશે નોકરીની સારી ઓફરો મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube