Budh Margi 2023: ગ્રહોની દુનિયામાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ તર્ક, સંવાદ, વ્યવસાયનું પરિબળ છે. 15 મે 2023 સોમવારે એટલે કે આજે રાત્રે 8.30 કલાકે બુધ મેષ રાશિમાં માર્ગી થશે. જેની અસર દરેક રાશિ પર થશે પરંતુ 5 રાશિ એવી છે જેમના દિવસો બદલી જવાના છે. બુધના માર્ગી થવાના કારણે આ 5 રાશિના લોકોની તમામ સમસ્યાઓનો અંત આવશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે.  
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાશિફળ 15 મે: આ રાશિ પર આજે રહેશે મહાદેવના આશીર્વાદ, કાર્યોમાં મળશે સફળતા


Laung Totke: માલામાલ કરી શકે છે લવિંગના આ ટોટકા, ક્યારેય ખાલી નહીં રહે તિજોરી


Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરી લેવા આ ઉપાય, શનિ દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય



મિથુન


આ રાશિના 11મા ભાવમાં બુધ માર્ગી થશે. જેના કારણે નોકરી કરતા લોકોનું કરિયર સાતમા આસમાને હશે. તમે મોટા અધિકારીઓ સાથે મુલાકાત કરશો, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. તમને બોનસ અને પગારમાં વધારાનો લાભ મળવાની સંભાવના છે. અટકેલા પૈસા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.


 


સિંહ  


સિંહ રાશિના લોકો પણ મેષ રાશિમાં બુધનું માર્ગી થવું લાભકારી  રહેશે. તમારી રાશિના નવમા ભાવમાં બુધ માર્ગી થશે. તેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. વેપારમાં તમને લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. વિદેશમાં નોકરી મળવાની સંભાવનાઓ છે.


 


કર્ક  


કર્ક રાશિ 10મા ભાવમાં બુધ માર્ગી થશે. જેના કારણે તમારા માટે હવે સારા દિવસો શરુ થવાના છે. તમને વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અને તમારા કામની પ્રશંસા કરશે. તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે નોકરી બદલવાનું વિચારી શકો છો.


 


કન્યા  


બુધના માર્ગી થવાથી પૈતૃક સંપત્તિથી લાભ મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ તમને નવી નોકરી મળી શકે છે અથવા તમને પ્રમોશન મળી શકે છે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે.


 


ધન


ધન રાશિના લોકો માટે પણ બુધનું માર્ગી થવું ફળદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને જે પણ પ્રોજેક્ટ્સ મળશે, તમે તેમાં શાનદાર પ્રદર્શન કરશો. આ સમય દરમિયાન તમે સમજદારીથી કામ લેશો. વેપાર સંબંધિત બાબતોમાં પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આ સમય દરમિયાન જીભ પર કાબૂ રાખવો જરૂરી છે નહીં તો ઈમેજ પ્રભાવિત થઈ શકે છે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)