Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર બુધ હાલ મકર રાશિમાં છે, પરંતુ 27 ફેબ્રુઆરીની સાંજે તે મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓ પર તેની અસર પડશે. આવામાં સાવધાનીથી બિઝનેસ કરવો પડશે તો કેટલાકે સ્વાસ્થયનું ધ્યાન રાખવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ: આ રાશિના વેપારીઓ કોઈ પણ પ્રકારનું કરજ લેતી વખતે ધ્યાન રાખે. લોનનું પ્લાનિંગ ગણતરીથી કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. યોજના બનાવીને કામ કરવાથી સારો લાભ મળશે. 


વૃષભ: આ રાશિના જાતકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવું ફાયદાકારક રહેશે. વેપારના વિસ્તારની યોજનાઓ બનાવી શકશો. આ સાથે જ કામ કરવાની રીતમાં સુંદરતા અને યોગ્ય પદ્ધતિ પણ લાવવી પડશે. 


મિથુન: આ રાશિના જાતકોએ આત્મબળમાં વૃદ્ધિ કરવી પડશે. ભાગ્યનો પૂરેપૂરો સપોર્ટ મળશે. જે લોકો પૈતૃક વેપારમાં છે તેમણે આગળ વધવા માટે વધુ મહેનત કરવી પડશે. તો જ ઉન્નતિ પ્રાપ્ત થશે. 


સિંહ: સિંહ રાશિના જાતકોએ જીવનસાથીની કરિયરમાં ઉન્નતી માટે તેમને સપોર્ટ કરવાનો રહેશે. કાર્યના પ્લાનિંગ કરવામાં પણ તેમનો સાથ આપો. જો તમે પાર્ટનરશીપમાં વેપાર કરતા હશો તો નવા પાર્ટનર સાથે જોડાવવાની તક મળી શકે છે. 


કન્યા: આ રાશિના લોકોએ રોગ પ્રત્યે અલર્ટ રહેવું પડશે. કરજ અને મરજથી અંતર જાળવી રાખવું પડશે. ચિકિત્સા ક્ષેત્રમાં કામ કરનારાઓને લાભની પ્રાપ્તિ થશે. સ્પર્ધાની તૈયારી કરનારા લોકોને આકરો પરિશ્રમ કરશો તો જ સફળતા મળી શકશે. આથી મહેનતમાં પાછળ ન હટો. 


ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો


જાણો કયા દિવસોમાં ઘરે રોટલી ન બનાવવી જોઈએ, મળશે અશુભ પરિણામ


આ 5 રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે આજની એકાદશી, મળશે મોટી સફળતા


તુલા: આ રાશિના લોકો પોતાના મસ્તિકને પ્રખર કરો. અભ્યાસ કરનારા લોકોએ આકરી તપસ્યા કરવી પડશે. મળસ્કે ઉઠીને અભ્યાસ કરો અથવા કોર્સ યાદ કરો. પિતા અને દાદાજીની મદદ મળશે. મોટાનું માન સન્માન કરવાથી લાભ મળશે. 


મકર: આ રાશિના જાતકો પોતાની વાણી સારી રાખે. કળાત્મક રહીને વાત કરનારા વેપારીઓને લાભ થશે. લોકોને દુ:ખ પહોંચે તેવું કોઈ કામ ન કરો. 


કુંભ: કુંભ રાશિવાળાએ હાલ બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પર્સનાલિટીને સુધારવાનો પ્રયત્ન કરો. જો હજુ પણ તકને ગંભીરતાથી ન લીધી હોય તો હવે જરૂર લેવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube