Samsaptak Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી પ્રભાવશાળી અને સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. જેના કારણે શનિનો પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપી ન્યાય કરનાર દેવતા છે. એક રાશિમાં શનિને ફરીથી આવતા 30 વર્ષનો સમય લાગી જાય છે. નવગ્રહમાં ચંદ્રમાં પછી સૌથી ઝડપથી બુધ ગ્રહ બદલે છે. બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, વિચાર શક્તિ, વેપાર, ધન વગેરેનો કારક ગ્રહ છે. વર્ષો પછી 18 સપ્ટેમ્બર અને બુધવારે બુધ અને શનિ એકબીજા સાથે સમસપ્તક યોગ  બનાવશે. આ યોગની અસર આમ તો દરેક રાશિને થશે પરંતુ બુધ અને શનિની આ યુતિ ત્રણ રાશિ માટે વરદાન સમાન સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડિયું મેષ સહિત 6 રાશિ માટે અનુકૂળ, થશે આર્થિક લાભ મળશે સફળતા


સમસપ્તક યોગની રાશિઓ પર અસર 


વૃષભ રાશિ 


શનિ અને બુધના યોગની અસર વૃષભ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આ રાશિના લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરશે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારનો વિસ્તાર થશે. નવા વ્યાપારિક સંબંધ બનશે. નોકરીમાં સ્થિરતા આવશે. વિદ્યાર્થીઓ કરિયરને લઈને ગંભીર થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 


આ પણ વાંચો: Positive Quote: શ્રીમદ ભગવત ગીતાના આ 10 ઉપદેશ બદલી દેશે તમારું જીવન, હંમેશા રાખો યાદ


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો માટે પણ બુધ અને શનિનો સમસપ્તક યોગ અનુકૂળ સિદ્ધ થશે. ધર્મ કર્મમાં રુચિ વધશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વર્ષ છે. વેપારિક સંબંધો મજબૂત થશે. નોકરીમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. રિલેશનશિપમાં સુધારો થશે. લગ્ન નક્કી થવાના પણ યોગ બની રહ્યા છે. 


આ પણ વાંચો: Shani Gochar 2024: શનિના રાશિ પરિવર્તનથી 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, ચારેતરફથી ધન વરસશે


મકર રાશિ 


મકર રાશિના લોકો માટે પણ બુધ અને શનિનો સમસપ્તક યોગ આર્થિક સ્થિરતા આપનાર સાબિત થશે. ધન લાભના યોગ બની રહ્યા છે. આવક પર અસર થશે. વેપારમાં સ્થિરતા આવશે. લાભનું માર્જિન ઊંચું જશે. વિદેશ જવાનો પ્રયત્ન કરતા લોકોને સફળતા મળશે. પરિવાર સાથે સમય પસાર થવાથી મન પ્રસન્ન રહેશે. પારિવારિક સંબંધ મધુર રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)