Lakshmi Narayan Yog 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે અને ગ્રહોની યુતિ બને છે. ગ્રહોની યુતિથી શુભ અશુભ યોગ બને છે. જુલાઈમાં ધન-વેપાર, બુદ્ધિ, વાણીના દાતા ગ્રહ બુધ અને ધન-લક્ઝરી, સુખ પ્રેમના કારક ગ્રહ શુક્રની યુતિ થવાની છે. આ યુતિ કર્ક રાશિમાં થશે. કર્ક રાશિમાં બુધ અને શુક્રની યુતિ લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. આ લક્ષ્મી નારાયણ યોગની અસર તમામ 12 રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને ખુબ લાભ થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિવાળાને લક્ષ્મી નારાયણ યોગ તગડો લાભ કરાવશે...


મેષ રાશિ
બુધ-શુક્રની યુતિથી બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ મેષ રાશિવાળાને ખુબ લાભ કરાવશે. તમને નવું ઘર કે વાહનનું સુખ મળી શકે છે. જીવનમાં ભૌતિક સુખ વધારશે. કોઈ લક્ઝરી આઈટમ ખરીદી શકો છો. નોકરી કરનારાઓને ખુબ પ્રગતિ થઈ શકે છે. તમારા કામ સમયસર પૂરા થશે. રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી સંલગ્ન કામ કરનારા લોકોને વિશેષ લાભ થશે. 


તુલા રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ તુલા રાશિના જાતકોના નસીબ ખોલશે. આ લોકોને નોકરી-વેપારમાં મોટો લાભ થશે. કોઈ મોટી સફળતા કે ઉપલબ્ધિ મળી શકે છે. નવી નોકરીની તક મળશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ખુબ લાભ કરાવશે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. 


મકર રાશિ
મકર રાશિવાળાને પણ લક્ષ્મી નારાયણ રાજયોગ ખુબ શાનદાર પરિણામ આપશે. નોકરીમાં લાભ થશે. વેપાર કરનારાઓને ખુબ લાભ કરાવશે. અપરણિત જાતકોને માંગા આવી શકે છે. વિવાહ નક્કી થઈ શકે છે. નવા વેપારની શરૂઆત થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)