Budh Surya Gochar 2023: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય હાલ વૃષભ રાશિમાં છે અને 15 જૂન 2023 સુધી આ રાશિમાં રહેશે. 7 જૂન 2023ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ્યા છે. જેનાથી વૃષભ રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બન્યો છે. જ્યોતિષમાં બુધાદિત્ય રાજયોગને ખુબ સફળતા, માન સન્માન અને ધન યશ કિર્તિ અપાવનારો ગણાવાયો છે. 15 જૂન સુધી સૂર્ય વૃષભ રાશિમાં રહેશે. ત્યાં સુધી બુધાદિત્ય રાજયોગ રહેશે અને તમામ રાશિવાળા પર પ્રભાવ નાખશે. જો કે તમામ રાશિવાળા માટે બુધાદિત્ય યોગ એટલો શુભ નહી રહે પરંતુ 4 રાશિવાળાને તગડો લાભ કરાવનારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 દિવસ રહેશે શાનદાર
વૃષભ રાશિમાં બનેલા બુધાદિત્ય રાજયોગના કારણે આગામી 3 દિવસ 4 રાશિવાળા માટે ખુબ શુભ  રહેશે. આ જાતકોને કરિયર, વેપારમાં ખુબ લાભ થશે. સફળતા, ધન અને યશ મળશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિમાં સૂર્ય અને બુધ ગોચરથી બુધાદિત્ય યોગ બન્યો છે. તેની મોટી અસર વૃષભ રાશિવાળા પર રહેશે. આ જાતકોને કોઈ મોટી ઓફર મળી શકે છે. પદ અને જવાબદારીઓ વધી શકે છે. એક પછી એક સફળતા મળશે. તમે બુદ્ધિમત્તાથી નિર્ણય લેતા લાભ મેળવશો. પાર્ટનર સાથે સારું બનશે. 


મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધાદિત્ય રાજયોગ આ લોકોને લાભ કરાવનારો છે. આ લોકોને વિદેશથી લાભ થશે. જે લોકોનો વેપાર અને કામકાજ વિદેશ સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ થશે. નફો વધશે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પણ બુધાદિત્ય રાજયોગ ખુબ ફાયદો કરાવનાર છે. આ રાશિવાળા માટે સૂર્ય-બુધની યુતિ ધનયોગ બનાવી રહી છે. આવક વધશે. ક્યાંકથી પૈસા મળશે. નોકરીમાં પ્રગતિ થશે. કારોબારમાં લાભ થશે. જો કે ખર્ચા પણ વધશે પરંતુ તમને કોઈ સમસ્યા નહીં રહે. 


કુંભ  રાશિ
કુંભ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ અનુકૂળ ફળ આપશે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારાઓને લાભ થશે. કેટલાક જાતકો કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે અને મોટા લાભ મેળવશે. પ્રમોશન અને પગારવધારો થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)