જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025 ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે ખુબ સારું રહેવાનું છે. જ્યાં આ વર્ષે શનિ, ગુરુની સાથે સાથે રાહુ અને કેતુ પોતાની રાશિમાં બદલાવ કરવાના છે તો બીજી બાજુ અનેક ગ્રહોનો એક-એક રાશિમાં જમાવડો થવાનો છે જેનાથી અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું જ કઈક વર્ષ 2025ના 29 માર્ચના રોજ મીન રાશિમાં એક સાથે 6 ગ્રહોનો જમાવડો જોવા મળશે. આવો સંયોગ વર્ષો બાદ  બની રહ્યો છે. એવું કહેવાય છે કે આ સંયોગ 1968માં બન્યો હતો. વૈદિક પંચાંગ મુજબ માર્ચ મહિનામાં મીન રાશિમાં રાહુ અને શુક્ર પહેલેથી જ બિરાજમાન હશે. આ સાથે 29 માર્ચના રોજ શનિ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય આ રાશિમાં બુધ પણ ફેબ્રુઆરીમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે સૂર્ય પણ 14 માર્ચથી આ રાશિમાં હશે. આ સાથે 28 માર્ચના રોજ ચંદ્રમા પણ આ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં 29 માર્ચના રોજ મીન રાશિમાં એક સાથે 6 ગ્રહોનો જમાવડો જોવા મળશે. જેના કારણે અનેક શુભ અને અશુભ યોગોનું નિર્માણ થશે. જાણો કઈ રાશિઓને ફાયદો થશે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગ્રહોનો આ જમાવડો ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં ગ્રહોની યુતિ દશમ ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારા જીવનમાં અનેક નવા પડકારો પણ આવી શકે છે પરંતુ તમે સરળતાથી તેને પાર કરી શકવામાં સફળ થઈ શકો છો. નોકરીમાં નવી નવી તકો મળી શકે છે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. આ સાથે જ તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી તમે લક્ષ્ય સાંધવામાં સફળ થશો. સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી ખટાશ દૂર થઈ શકે છે. વેપારમાં બનાવવામાં આવેલી નીતિઓ તમારા માટે લાભકારી સિદ્ધ  થઈ શકે છે. 


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં ખુબ લાભ મળી શકે છે. આ રાશિમાં ગ્રહોની યુતિ સપ્તમ ભાવમાં થવાની છે. આવામાં આ રાશિના જાતકો કઈક નવું શીખવાની લાલસા વધી શકે છે. આવનારા સમયમાં તમે તેને તમારી કરિયર સાથે જોડી શકો છો. કરિયરમાં પદોન્નતિની સાથે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધા થઈ શકે છે. પરંતુ તેમાં તમને સફળતા મળી શકે છે. તણાવથી મુક્તિ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મીન રાશિમાં બનેલું ગ્રહોનું સંયોજન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં એકાદશ ભાવમાં ગ્રહોની યુતિ થવાની છે. આવામાં આ રાશિના જાતકોને કરિયરની સાથે સાથે બિઝનેસમાં પણ લાભ થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે જ સંતાનો માટે જે પરેશાનીઓ જોવા મળી રહી હતી તે હવે દૂર થઈ શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. પૈસાની અછતની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)