Budh Uday 2023: વૈદિક જ્યોતિષમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યા છે. બુધ ધન, બુદ્ધિ, વેપાર, તર્ક, સંવાદ, અને વાણીનો કારક  ગ્રહ છે. કુંડળીમાં બુધની શુભ સ્થિતિ જાતકને ખુબ જ બુદ્ધિમાન, સફળ વેપારી ને બોલવામાં નિપુણ બનાવે છે. આથી  બુધની સ્થિતિમાં ફેરફાર જીવન પર મોટી અસર પાડે છે. બુધ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ્યો છે અને અસ્ત સ્થિતિમાં છે. આજે 11 જુલાઈના રોજ બુધ ઉદય થઈ રહ્યો છે. બુધનો ઉદય તમામ 12 રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિઓને બુધનો ઉદય ખુબ ધનલાભ અને મોટી સફળતા અપાવશે. બુધનો ઉદય કઈ રાશિવાળાને ફાયદો કરાવશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
બુધનો ઉદય મિથુન રાશિવાળા જાતકોને ખુબ લાભ કરાવી શકે છે. આર્થિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. ધન લાભ થશે. ફસાયેલા પૈસા પાછા મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે ઘર-ગાડી જમીન ખરીદી શકો છો. નોકરીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પદોન્નતિ, ટ્રાન્સફર મળી શકે છે. 


કન્યા રાશિ
બુધનો ઉદય કન્યા રાશિવાળાને અનુકૂળ ફળ આપશે. આ જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. પ્રમોશન મળશે. કારોબારનો વિસ્તાર થશે. નફો વધશે. આવક વધશે. આર્થિક સ્થિતિ સારી થવાથી તમે રાહત મહેસૂસ કરી શકશો. તમારા કામકાજનો દાયરો વધશે. તમારું માન સન્માન વધશે. 


મકર રાશિ
મકર રાશિવાળાને બુધનો ઉદય અનેક મામલે ફાયદો કારવશે. પ્રમોશન મળશે. પગાર વધશે. ફસાયેલા પૈસા પાછા મળશે. તમારા લાઈફ પાર્ટનરને પણ પ્રગતિ થવાના યોગ છે. પૈતૃક વ્યવસાયથી લાભ થશે. કોર્ટમાં કોઈ મામલો હશે તો તેની પતાવટ થશે. લગ્નજીવનમાં જે સમસ્યાઓ હતી તે દૂર થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube