નવી દિલ્હીઃ 14 જુલાઈએ બુધ દેવ કર્ક રાશિમાં ઉદય થવા જઈ રહ્યાં છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અસ્ત અને ઉદયને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના અસ્ત કે ઉદય થવા પર દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. કેટલાક રાશિના જાતકોને શુભ તો કેટલાકને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર બુધના કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ 14 જુલાઈએ બુધનો કર્ક રાશિમાં ઉદય થવાની કોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
માનસિક શાંતિ રહેશે.
આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ આત્મ સંયમ રહો.
તમારી ભાવનાઓને વશમાં રાખો, માતા પાસેથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. 
દાંપત્ય સુખમાં વધારો થશે.
કોઈ મિત્રના સહયોગથી રોજગારીની તક મળી શકે છે.
આવકમાં વધારો થશે, પરંતુ કોઈ બીજા સ્થાન પર જવુ પડી શકે છે.
નોકરીમાં અધિકરીઓનો સહયોગ મળશે.


આ પણ વાંચોઃ Dhan Labh Upay: ધન લાભના આ છે અચૂક ટોટકા, રૂપિયા ગણતા ગણતા થાકી જશો એટલું મળશે ધન


મિથુન રાશિ
આત્મવિશ્વાસ વધશે
કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
સંતાન સુખમાં વધારો થશે, ક્રોધથી બચીને રહેવું
ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે.
નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે.
સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
જીવનસાથીનો સહયોગ મળશે. 


સિંહ રાશિ
શૈક્ષણિક કાર્ય અને માન-સન્માનમાં વધારો થશે.
સ્વભાવમાં ચિડિયાપણું થઈ શકે છે, પરંતુ આત્મવિશ્વાસમાં વધારો થશે.
કાર્યો પ્રત્યે જોશ અને ઉત્સાહ રહેશે.
નોકરી તથા કાર્યક્ષેત્રમાં વિસ્તાર થઈ શકે છે.
અધિકારીઓનો સહયોગ મળશે.
ધાર્મિક સ્થાન તથા સત્સંગમાં જઈ શકો છો.
મિત્રનો સહયોગ મળશે.


ધન રાશિ
માતાનું સાનિધ્ય તથા સહયોગ મળશે, વાતચીતમાં સંયમ રાખો.
સ્પર્ધાત્મક પરીક્ષા અને ઈન્ટરવ્યૂ જેવા કાર્યોમાં સારા પરિણામ મળશે.
ઘર-પરિવારમાં ધાર્મિક સંગીતના કાર્યો થશે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
વાહન સુખમાં વૃદ્ધિ થશે.
આવકમાં વધારો થશે.
પ્રગતિનો યોગ બનશે, પરંતુ બીજા સ્થાન પર જવું પડી શકે છે. 


આ પણ વાંચોઃ  50 વર્ષ પછી સર્જાયો દુર્લભ નવપંચમ રાજયોગ, મંગળ-ગુરુની યુતિથી 4 રાશિઓ બનશે ભાગ્યશાળી


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube