Budh Vakri: બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ કે જે ગ્રહોનો રાજકુમાર પણ ગણાય છે તે થોડા દિવસ બાદ ઉલ્ટી ચાલ શરૂ કરશે. બુધ સિંહ રાશિમાં 23 ઓગસ્ટના રોજ મધરાતે 1.28 વાગે વક્રી થઈ જશે અને 15 સપ્ટેમ્બરના રોજ રાતે 1.50 વાગે માર્ગી થશે. વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહની વક્રી ચાલ એટલે કે ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે. બુધને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે. આવામાં બુધ વક્રી અવસ્થામાં કેટલાક રાશિવાળાના જીવનમાં ખુશીઓ છલકાઈ શકે છે. જાણો કઈ રાશિઓને થઈ શકે છે ફાયદો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિ
સિંહ રાશિમાં  બુધનું વક્રી થવું એ કન્યા રાશિવાળા માટે સકારાત્મક પ્રભાવ લઈને આવે છે. તમારું ધ્યાન આધ્યાત્મિકતા અને વ્યક્તિગત વિકાસ તરફ વળી શકે છે. શેર બજાર સહિત તમારા કાર્યો અને રોકાણો પર ધ્યાન કેન્દ્રીત કરવાથી અનુકૂળ પરિણામ મળી શકે છે. સુચારુ સંચાલન માટે કાનૂની મામલાઓમાં અનુભવી લોકોની સલાહ લેવી ઉચિત છે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે વક્રી બુધ શુભ ફળ લાવશે. આ સમયગાળામાં તમને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. ઓછી મહેનતમાં તમે કાર્યો સફળતા મેળવી શકશો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આર્થિક પ્રગતિના યોગ બની રહ્યા છે. કોર્ટ કચેરીના કેસમાં વિજય મળશે. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે બુધ ગ્રહની ઉલ્ટી ચાલ સકારાત્મક પરિણામ લાવશે. આ સમયગાળામાં તમે શત્રુઓ પર વિજય મેળવી શકશો. નકારાત્મકતા દૂર થશે. ધનની આવક વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકો માટે આ સમયગાળો શુભ સાબિત થઈ શકે છે. કૌટુંબિક સંબંધો સારા થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)