નવી દિલ્હીઃ Budhaditya Yog in Aries 2023 Effect: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ ક્રમમાં 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી નિકળી મંગળ ગ્રહની મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં પહેલાથી બુધ ગ્રહ બિરાજમાન છે. તેવામાં મેષ રાશિમાં બુધ તથા સૂર્યની કીયુતિ બનશે. આ બે ગ્રહોની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ યોગનો ઘણી રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. જાણો કઈ રાશિના જાતકોના કરિયરની આર્થિક સ્થિતિમાં લાભ થશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુ,સાર મેષ રાશિના જાતકો માટે સૂર્ય તથા બુધની યુતિથિ બનાનાર બુધાદિત્ય યોગ લકી રહેવાનો છે. આ યોગ તમારા લગ્ન ભાવમાં બનશે. જેના કારણે તમને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકો માટે આ શુભ સાબિત થશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


કર્ક રાશિઃ કર્ક રશિના જાતકો માટે બુધાદિત્ય યોગ શુભ સાબિત થશે. આ યોગ તમારા કર્મ ભાવમાં બનશે. જેના કારણે તમારા સાહસ તથા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને નવા અવસર મળી શકે છે. રોજગારની શોધ કરી રહેલા જાતકો મ માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થિઓ માટે સારો સમય રહેશે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તથા બુધની યુતિથી બનેલ બુધાદિત્ય યોગ લાભકારી સાબિત થશે. આ યોગનું નિર્માણ તમારા ભાગ્ય ભાવમાં થશે. જેના કારણ ભાગ્યને કારણે તમારા કેટલાક કામ થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે. આ સમયમાં તમને ધન લાભ થઈ શકે છે. ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીમાં અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)