વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોની યુતિથી અનેક શુભ રાજયોગનું નિર્માણ થાય છે. હાલમાં તુલા રાશિમાં ગ્રહોના રાજકુમાર  બુધ અને ગ્રહોના રાજા સૂર્ય બિરાજમાન છે. સૂર્ય અને બુધની યુતિથી તુલા રાશિમાં બુધાદિત્ય રાજયોગનો સુંદર અને શુભ સંયોગ બનેલો છે. જ્યોતિષમાં બુધાદિત્ય રાજયોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે આ રાજયોગના પ્રભાવતી જાતકોને પ્રગતિ, સફળતા અને આર્થિક સંપન્નતા પ્રાપ્ત થાય છે. બુધ અને સૂર્યની યુતિ તુલા રાશિમાં 6 નવેમ્બર સુધી રહેશે. 6 નવેમ્બરના રોજ બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિઓ છે ભાગ્યશાળી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
સૂર્ય અને બુધની યુતિ મિથુન રાશિવાળા માટે શુભ સાબિત થશે. બુધાદિત્ય રાજયોગના પ્રભાવથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે અને પરિવારમાં શાંતિ રહેશે. માતા સાથે સંબંધોમાં સુધાર થશે. તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર આવશે. તે નવું વાહન અને સંપત્તિ ખરીદવા તથા તમારી કુલ સંપત્તિમાં વધારો કરવા માટે પણ સારો સમય છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળાને બુધાદિત્ય રાજયોગના પ્રભાવથી આર્થિક સંપન્નતા મળશે અને સફળતાની સંભાવનાઓ વધી શકે છે. સિંહ રાશિના જાતકો માટે વ્યવસાયિક ભાગીદારી કે રોકાણમાં પોતાનું ભાગ્ય અમજાવવા માટે તે સારો સમય રહેશે. તમારી વાણીથી લોકો તમારા તરફ આકર્ષિત થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે બુધાદિત્ય રાજયોગ ખુબ જ શુભ રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને નવો ઓર્ડર મળવાની શક્યતા છે અને સમય પર નફો પણ થઈ શકે છે. રાજનીતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. કારણ કે સફળતાની શક્યતા વધી રહી છે. આ દરમિયાન તમને સ્વાસ્થ્યને લઈને પણ વધુ પરેશાનીઓ થશે નહીં. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)