Budhaditya Yog 2024: 16 ઓગસ્ટ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ દિવસ હતો. 16 ઓગસ્ટના રોજ ગ્રહોના રાજા સૂર્ય ગ્રહે કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય પોતાની રાશિ સિંહમાં ગોચર કરે છે ત્યારે તે મજબૂત સ્થિતિમાં હોય છે અને તે તેનું સંપૂર્ણ ફળ આપવા માટે સક્ષમ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Kendra Drishti Yog: 19 ઓગસ્ટથી 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, કરોડપતિ બનવાના પ્રબળ યોગ


16 ઓગસ્ટથી સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. સિંહ રાશિમાં પહેલાથી જ બુધ ગોચર કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને શુભ ગણવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ યોગ કોઈપણ વ્યક્તિનો ભાગ્યોદય કરાવી શકે છે આ યોગના કારણે વ્યક્તિમાં લીડરશીપની ક્વોલિટી વધે છે. વ્યક્તિનું આકર્ષણ અને તેજ વધે છે. વૈવાહિક જીવનમાં પણ સુખ આવે છે. 


બુધાદિત્ય રાજયોગની સકારાત્મક અસર 


આ પણ વાંચો: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે


કર્ક રાશિ 


સૂર્ય અને બુધની યુતિથી જે બુધાદિત્ય યોગ બન્યો છે તેની શુભ અસર કર્ક રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આ રાશિના લોકોના સંબંધોમાં સુધારો આવશે. વેપારીઓને નેટવર્કિંગથી લાભ થશે. વેપારનો વિસ્તાર થશે. વાણીમાં મીઠાશ વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે. પરિવારમાં સુખ વધશે. 


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો માટે બુધ અને સૂર્યની યુતિ લાભકારક સાબિત થશે. આ યોગની અસરથી પર્સનાલિટીમાં નિખાર આવશે. આત્મવિશ્વાસ વધશે. નવા લોકોના સંપર્કમાં આવશો. આ સંપર્ક કારકિર્દીમાં લાભકારી સિદ્ધ થશે. નોકરી કરતા લોકો તનાવથી મુક્ત થશે. લવ લાઈફ સારી રહેશે. 


આ પણ વાંચો: વારંવાર ઈંટરવ્યુમાં થાવ છો ફેલ? તો કરો લાલ મરચાંનો આ ઉપાય, ઝડપથી મળશે જોઈનિંગ લેટર


વૃશ્ચિક રાશિ 


બુધાદિત્ય રાજયોગ વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આવકના નવા રસ્તા ખુલશે. અણધાર્યો ધન લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ સારા પ્રોજેક્ટ સાથે આગળ વધશે. નોકરી કરતા લોકોને લાભ થશે. લવ લાઈફ મધુર બનશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)