Budhaditya Rajyog 2023 June: શુક્રની રાશિ વૃષભમાં બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધાદિત્ય યોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે જે જાતકની કુંડળીમાં આ રાજયોગ બને છે, તેને માન-સન્માનની સાથે અપાર સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. 15 મેએ સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 7 જૂને બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. બુધ તથા સૂર્યના વૃષભ રાશિમાં મળવાથી બુધાદિત્ય યોગનું નિર્મામ થશે. જાણો આ યોગથી ક્યા જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને બુધાદિત્ય યોગથી સૌથી વધુ લાભ મળશે કારણ કે આ યોગ તમારી રાશિમાં બનવાનો છે. આ દરમિયાન કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. આત્મવિશ્વાસ વધશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. આવકની સાથે પ્રમોશન મળી શકે છે. કુંવારા લોકોને લગ્નનો યોગ્ય પ્રસ્તાવ મળી શકે છે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ શુભ સાબિત થશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને જબરદસ્ત લાભ મળશે. વેપારીઓને નફો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. તમારી કાર્યશૈલીમાં સુધાર થશે. આ દરમિયાન તમે જે કામ કરશો તેમાં સફળતા હાસિલ  કરશો. 


આ પણ વાંચોઃ જૂનમાં કુંભ રાશિમાં વક્રી થશે શનિ, ચાર રાશિઓ પર થશે સોનાનો વરસાદ


કર્ક રાશિઃ કર્ક રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ અત્યંત શુભ રહેવાનો છે. આ દરમિયાન તમને નવા માર્ગથી ધનલાભ થશે. જૂના સાધનથી પૈસા આવશે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. આ દરમિયાન કાર્યસ્થળ પર તમારી પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube