Budhwar Upay: બુધવારે કરેલા આ 7 કામથી જીવનમાં વધે છે સુખ-શાંતિ, નોકરી અને વેપારમાં પણ થાય છે ફાયદો
Budhwar Upay: બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વિઘ્ન દૂર થાય છે. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે.
Budhwar Upay: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત હોય છે. બુધ ગ્રહના નામથી જ બુધવાર નામ પડ્યું છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તે વ્યક્તિને બુધવારે કેટલાક જ્યોતિષીય ઉપાય કરવા જોઈએ. કારણ કે નબળા બુદ્ધના કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં નોકરી, વેપારમાં સમસ્યાથી લઈને નબળી આર્થિક સ્થિતિનો સમાવેશ થાય છે.
જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમના માટે બુધવારે કરવાના કેટલાક ઉપાયો લાલ કિતાબ અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં દર્શાવવામાં આવ્યા છે. બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વિઘ્ન દૂર થાય છે. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે.
બુધવારના ચમત્કારી ઉપાય
આ પણ વાંચો: 18 માર્ચે કુંભ રાશિમાં શનિનો થશે ઉદય, 5 રાશિની વધશે બોલબાલા, ચારેકોરથી થશે ધન લાભ
1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે મા દુર્ગાનું ધ્યાન કરી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં આવેલા દરેક અનિષ્ટનો નાશ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ વધે છે.
2. બુધવારના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ સાથે જ આ દિવસે ઘરમાં લીલા મગ કે મગની દાળ બનાવવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને ભગવાન ગણેશ તેમજ માતા લક્ષ્મીની કૃપા રહે છે. બુધવારના દિવસે શિવલિંગ પર પણ લીલા મગ અર્પણ કરવા જોઈએ.
આ પણ વાંચો: શુક્રના ગોચરથી 5 રાશિને થશે લાભ, નોકરીમાં પ્રમોશન અને શેરબજારથી ફાયદો થવાની સંભાવના
3. આર્થિક સમસ્યા અને કર્જથી પરેશાન લોકોએ બુધવારે ઋણહરતા ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલ્લા થાય છે. દર બુધવારે આ પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા લાગે છે.
4. દર બુધવારે ભગવાન ગણેશને સમીના પાન અને દુર્વા અર્પણ કરવા જોઈએ. જો સમીના પાન ન મળે તો દુર્વા પણ અર્પણ કરી શકાય છે. બુધવારે દુર્વાની 21 ગાંઠ બનાવીને ભગવાનને અર્પણ કરવી. આમ કરવાથી સંસારિક કામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: બે ગ્રહોની 'મહાયુતિ' થી સર્જાશે મહાલક્ષ્મી રાજયોગ, 5 રાશિના લોકોને થશે માલામાલ
5. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આ ઉપાયથી ગ્રહદોષ દૂર થાય છે.
6. બુધવારના દિવસે બુધ ગ્રહના મંત્રોનો 108 વખત જાત કરવાથી પણ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. બુધવારના દિવસે તમે નીચે દર્શાવેલા કોઈપણ એક મંત્રનો જાપ કરી શકો છો. તેનાથી બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને કારકિર્દી તેમજ વેપારમાં લાભ થાય છે.
ॐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ:
ॐ બં બુધાય નમ:
ॐ એં શ્રીં શ્રીં બુધાય નમ:
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)