તમારા બાળકને વારંવાર લાગી જાય છે નજર, કરો આ ઉપાય, ક્યારેય નહીં લાગે નજર
Buri Nazar Utarne ke Totke: ખરાબ નજર પર વિશ્વાસ કરવો કે ન કરવો તે વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે. પરંતુ કહેવાય છે કે જો કોઈની ખરાબ નજર લાગી હોય તો બધું ખતમ થવામાં સમય નથી લાગતો. આજે અમે ખરાબ નજરને દૂર કરવાના 4 ઉપાય જણાવીશું જે ઉપાયને પ્રયોગમાં લાવશો તમારા બાળકને નહીં લાગે નજર.
નવી દિલ્હીઃ ઘણા લોકો ખરાબ નજરને અંધશ્રદ્ધા માને છે તો બીજી જ્યોતિષ શાસ્ત્ર લઈને ઘણા એવા શાસ્ત્રોમાં આ પ્રકારની વાત કરવામાં આવી છે જે આધુનિક યુગમાં લોકો સરળતાથી સ્વિકારતા નથી. માનો કે ન માનો, પરંતુ આ દુનિયામાં દરેક વસ્તુ અસ્તિત્વમાં છે. તેમાંથી એક નકારાત્મક ઊર્જા પણ છે જેને આપણે નઝર કહીએ છીએ. જો કોઈની ખરાબ નજર બાળકો પર પડે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને તે 4 ચોક્કસ ઉપાયો વિશે જણાવીશું.
ખરાબ નજર દૂર કરવાના ઉપાય
ગળામાં કાળો દોરો બાંધો
બાળકને ખરાબ નજરથી બચાવવા માટે તેના ગળા કે હાથ પર કાળો દોરો બાંધવો જોઈએ. કાળા રંગનો દોરો નકારાત્મક ઉર્જા માટે અવરોધ તરીકે કામ કરે છે. બાળકને સંભવિત નુકસાનથી પણ બચાવે છે.
કપાળ પર કાળું ટપકુ કરો
નકારાત્મક ઉર્જાથી બચવા માટે બાળકના કપાળની ડાબી બાજુએ કાળો ટીકો કરવો તે શુભ માનવામાં આવે છે. આ ટીકો વટાણાના કદ જેટલો જ હોવો જોઈએ. આ સિવાય તમે બળાકની આંખમાં મેસ પણ આંજી શકો છો.
આ પણ વાંચોઃ હોળી બાદ આ રાશિના જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
કપૂર સાથેનો ઉપાય
જ્યારે બાળક અચાનક સુસ્ત થઈ જાય ત્યારે તેની ખરાબ નજર દૂર કરવા માટે થાળીમાં કપૂર રાખો અને તેને બાળી નાખો. આ પછી થાળી બાળકના માથાથી પગ સુધી 5 વખત ફેરવો. પહેલાં પ્લેટને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને પછી સીધી દિશામાં ફેરવો અને તેને બાજુ પર રાખો. આ પછી, પ્લેટમાં કપૂરના કાળા નિશાન પર તમારી આંગળી મૂકો અને તેને બાળકના હાથ અને પગ પર લગાવો.
લાલ મરચું
બાળકને લાગે ખરાબ નજરથી છુટકારો મેળવવા માટે તમારા હાથમાં મુઠ્ઠી જેટલા લાલ મરચાં લો અને બાળકને ઘડિયાળના કાંટાની દિશામાં માથાથી પગ સુધી 5 વાર ફેરવો. આ પછી, તે મરચાંને સ્ટવ અથવા ગેસ પર સળગાવો. જ્યારે તે મરચાં તીવ્ર ગંધ સાથે બળી જાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે હવે બાળકમાંથી ખરાબ નજર દૂર થઈ ગઈ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube