Astro Tips: વેપારમાં નફો અને નુકસાન થતા જ રહે છે. સતત નફો કરતાં બિઝનેસમાં પણ ક્યારેક મંદિર આવે છે અને ખોટ પણ જાય છે. પરંતુ આ સમસ્યા ગંભીર અને ચિંતા નો વિષય ક્યારે બની જાય છે જ્યારે ધંધામાં સતત ખોટ જતી હોય. જો ધંધામાં સતત નુકસાની જાય તો આર્થિક સમસ્યા વધવા લાગે છે. કોઈપણ વ્યક્તિ માટે આ પડકારજનક સમય હોઈ શકે છે. જો કોઈપણ વ્યક્તિ આવા સમયમાંથી પસાર થતી હોય તો તેણે વ્યાપારિક સ્થિરતા અને પ્રગતિ માટે કેટલાક ઉપાયની મદદ લેવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહનું ડબલ ગોચર 5 રાશિઓ માટે શુભ, જાણો કોને થવાનો છે ધનલાભ


જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરે છે. આ ઉપાય કરવાથી વેપારમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને ખોટ કરતો ધંધો પણ ધમધોકાર ચાલવા લાગે છે. બસ જરૂરી છે કે આ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે. શ્રદ્ધા સાથે આ ઉપાય કરવામાં આવે છે તો ઉન્નતિના રસ્તા ખુલે છે. આ ઉપાયની ખાસ વાત એ છે કે તે એકદમ સરળ છે. તેને કોઈપણ વ્યક્તિ કરી શકે છે. 


આ પણ વાંચો: શનિવારે સરસવના તેલનો આ ઉપાય કરવાથી પલટી મારે છે ભાગ્ય, અટકેલા કામ થવા લાગશે પુરા


ઈશાન ખૂણામાં તુલસી  


વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાનું વિશેષ મહત્વ છે. ઈશાન ખૂણો એટલે જ્યાં ઉત્તર અને પૂર્વ દિશા એક થતી હોય. આ ખૂણાને પવિત્ર માનવામાં આવે છે. જો વેપારમાં નુકસાન જતું હોય તો વેપારની જગ્યાએ આ ખૂણામાં તુલસીનો છોડ રાખો. આ સાથે જ દુકાન કે ઓફિસમાં નાનકડું મંદિર પણ રાખો અને રોજ ત્યાં દીવો કરો. 


આ પણ વાંચો: ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી શું થાય ? જાણો અને આજે જ તમે પણ લોકરમાં મુકી દો 1 ટુકડો


કરેણનું ફૂલ 


જો તમારી દુકાનમાં વેચાણ ઓછું થઈ રહ્યું હોય તો કરેણના ફૂલને પીસી અને તેનું તિલક કરીને પછી દુકાન પર જવું. આ ઉપાય કરવાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. આ સિવાય દુકાનમાં પોતાની જગ્યા એવી રીતે રાખવી કે તમારું મુખ ઉત્તર તરફ રહે. 


આ પણ વાંચો: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન


ગૌ ગ્રાસ 


રોજ ભોજન કરતા પહેલા ગાય માટે અલગથી ભોજન કાઢો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં આ વિધિનું વિશેષ મહત્વ છે. ઘરમાં બનતી રસોઈમાંથી સૌથી પહેલી થાળી ગાય માટે કાઢવાની પ્રક્રિયાને ગૌ ગ્રાસ કહેવાય છે. નિયમિત રીતે ગૌ ગ્રાસ કાઢી ગાયને ખવડાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. 


આ પણ વાંચો: સોમવતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ, સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ


તૂટેલા કાચ અને બંધ ઘડિયાળ 


જો વેપારમાં સતત ખોટ જઈ રહી હોય તો ઘર કે વેપારની જગ્યાએ તૂટેલા કાચ કે બંધ ઘડિયાળ રાખવી નહીં. આ બંને વસ્તુ દરિદ્રતા અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરે છે. તેથી આવી વસ્તુઓને ઘરમાંથી દૂર કરો. 


જુના તાળા અને ચાવી 


જૂની ચાવીઓ અને તાળા જે કોઈ જ કામના ન હોય તેને સંઘરીને રાખવાની ભૂલ ન કરો. ખાસ કરીને વેપારની જગ્યાએ આવી વસ્તુઓ રાખવી અશુભ ગણાય છે. આવી રીતે પડી રહેલી વધારાની ચાવીઓ અને તાળાઓને તુરંત હટાવી દો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)