Trilochan Temple: ભારતમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં ભક્તો દર્શન કરે તો પણ તેના દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. આ મંદિર કાશીના પાટણ દરવાજા વિસ્તારમાં આવેલું છે અને તેને ત્રિલોચન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત છે અને તેના દર્શન કરવાથી વર્ષોની દરિદ્રતા પણ દૂર થઈ જાય છે. તેની પાછળ એક રોચક કથા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 4 રાશિના લોકોના જીવનમાં શનિ કરે છે તાંડવ, આજે કરો આ ઉપાય તો શનિ દોષથી મળશે મુક્તિ


Money Plant Tips: મની પ્લાન્ટના થડ પર આ ખાસ વસ્તુ બાંધી લો, પૈસા ચુંબકની ખેંચાશે


ઘરમાં ન ટકતા હોય રુપિયા અને કાર્યમાં મળતી હોય નિષ્ફળતા તો અજમાવો હળદરના અચૂક ટોટકા


પૌરાણિક કથા


પૌરાણિક કથા અનુસાર કશ્યપ ઋષિની ઘણી પત્ની હતી જેમાંથી એક વિનતા હતી. તેમની બધી જ પત્નીને સંતાન થયા અને તેમને બાળકોને રમાડતા જોઈ વિનતા ને પણ બાળક રમાડવાની ઈચ્છા થઇ ગઈ. અને તેણે પોતાના અવિકસિત ગર્ભને તોડી નાખ્યો. જેના કારણે એક વિકલાંગ બાળકનો જન્મ થયો. આ બાળકને જાંગ ન હતી અને ગર્ભ ફોડી નાખવાના કારણે તે પોતાની માતા પ્રત્યેક ક્રોધીત હતો અને લાલ થઈ ગયો. જેના કારણે તે અરુણ કહેવાયો.


તે મોટો થયો પછી ભગવાન સૂર્યની પ્રસન્ન કરવા માટે તેને કાશીમાં કઠોર તપસ્યા કરી. માત્ર જલ અને હવા ગ્રહણ કરીને તેણે તપ કર્યું અને તેના તપના કારણે ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા અને ઈન્દ્રનું સિંહાસન પણ હલી ગયું. બધા જ ભગવાને સૂર્યદેવને પ્રાર્થના કરી કે લોક કલ્યાણ માટે તે અરુણને દર્શન આપે અને તેની ઈચ્છા પૂરી કરે.


સૂર્ય ભગવાન અરુણ સામે પ્રગટ થયા અને તેને આશીર્વાદ દેતા કહ્યું કે કાશીમાં તેમના દ્વારા બનેલી અરુણની મૂર્તિ અરુણાદિત્ય નામથી પ્રસિદ્ધ થશે. સાથે જ સૂર્ય ભગવાને તેને ઘણા વરદાન આપ્યા અને તેની સાથે કહ્યું કે જગતના હિત અને અંધકારને દૂર કરવા માટે અરુણ હંમેશા સૂર્યદેવનો સારથી રહેશે. 


સાથે જ સૂર્યદેવ એ કહ્યું કે જે વ્યક્તિ કાશીના આ મંદિરમાં આવીને મૂર્તિના દર્શન કરશે અને પૂજા અર્ચના કરશે તેના જીવનના દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જશે. અહીં દર્શન કર્યા પછી તે વ્યક્તિ કોઈ પણ પ્રકારની સમસ્યાથી ચિંતિત નહીં રહે.