Ganpati Puja: મનની શાંતિ માટે લોકો ઈશ્વરની ભક્તિ કરતા હોય છે. આ સિવાય જ્યારે જીવનમાં ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવે ત્યારે પણ લોકો ભગવાનની શરણ લે છે. લોકો પોતાના જીવનની સમસ્યાથી છુટકારો મેળવવા અને મનોકામના પૂર્તિ માટે ભગવાનની આરાધના કરે છે. જો તમારા જીવનમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો તમે ગણેશજીના વિવિધ સ્વરૂપની પૂજા કરી શકો છો. ખૂબ ઓછા લોકો જાણે છે કે ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવાથી મનની અલગ અલગ ઈચ્છાઓ પૂરી થાય છે. આજે તમને જણાવીએ ગણેશજીના કયા કયા અવતાર અને સ્વરૂપની પૂજા કરવાથી જીવનની કઈ સમસ્યા દૂર થાય છે અને કઈ મનોકામના પૂર્ણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

33 કરોડ દેવી-દેવતાઓમાંથી ગણપતિ પ્રથમ પૂજ્ય છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીને નિમંત્રણ આપવામાં આવે છે અને તેમની પૂજા કરાય છે. શાસ્ત્રોમાં ગણપતિજીની કેટલીક પ્રતિમાનો પણ ઉલ્લેખ કરાયો છે. ગણેશજીની આ પ્રતિમા અલગ અલગ સ્વરૂપની હોય છે અને તેની પૂજાના માધ્યમથી વ્યક્તિની અલગ અલગ મનોકામના પૂર્ણ થાય છે.


ગણેશજીના અલગ અલગ સ્વરૂપ


આ પણ વાંચો:


Guru Purnima: જેમના ન હોય કોઈ ગુરુ તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવી આ દેવતાની પૂજા


Weekly Horoscope: મેષ અને વૃષભ સહિત આ રાશિઓ માટે સપ્તાહ છે શુભ, રૂપિયાની થશે ધોમ આવક


2 July Rashifal: કુંભ રાશિના લોકો આજે કરશે પ્રગતિ, મીન રાશિએ વિવાદ ટાળવો


સિદ્ધિદાયક ગણપતિ


ગણેશજીના આ સ્વરૂપમાં તેમની ચારભુજાઓમાં કમંડળ, અક્ષમાલા, પુષ્પ અને ત્રિશુલ હોય છે. જે લોકોને અનેક પ્રયાસ પછી પણ સફળતા ન મળતી હોય તેવો સિદ્ધિદાયક ગણપતિની સ્થાપના કરીને પૂજા કરી શકે છે.


ધનદાયક ગણપતિ


જે વેપારીઓને ધંધામાં સતત નુકસાન જતું હોય તેમણે ધન કમાવા માટે ધનદાયક ગણપતિની પૂજા કરવી જોઈએ. ધનદાયક ગણપતિની સ્થાપના કરી પૂજા કરવાથી ધનની આવક વધે છે અને ખર્ચ ઘટે છે.


વિઘ્નહર્તા ગણપતિ


જે લોકોના પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય તેમણે વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરી તેમની આરાધના કરવી જોઈએ. વિઘ્નહર્તા ગણપતિ જીવન ના હરે છે.


સંતાન ગણપતિ


ચેતનપતિ લાંબા સમયથી સંતાન સુખથી વંચિત હોય તેમણે સંતાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. ગણપતિજીના આ સ્વરૂપની પૂજા કરવાથી સંતાનની કામના પૂરી થાય છે.


ઋણમોચન ગણપતિ


જે લોકો ઉપર કરજ સતત વધતું હોય અને અનેક પ્રયત્નો છતાં પણ ઋણ ચૂકવવામાં તેઓ સમર્થ ન હોય તો તેમણે સવારે અને સાંજે ઋણમોચન ગણપતિનું ધ્યાન ધરી ગણેશસહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)