Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા : ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડ્યા છે ભક્તો નાચતા ગાતા ઢોલ નગારા સાથે માં ના ધામમાં મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે ભક્તો અંબાના ધામમાં આવતા તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ઓલપાડથી 13 દિવસ પગપાળા યાત્રા કરીને 50 લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને 13 દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી. 13 ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે. ભક્તોનું કહેવું છે અમે સતત 13 દિવસ ચાલીને માંના ધામમાં પહોંચીને દર્શન કર્યા છે જેથી અમારો તમામ થાક ઉતરી ગયો છે અમે છેલ્લા 3 વર્ષથી 50 લોકોનો સંઘ લઈને આવીએ છીએ અમને ખુબજ મજા આવે છે માતાજી તમામ ભક્તો ઉપર પોતાની કૃપા બનાવી રાખે..જોકે સંઘમાં 70 વર્ષની ઉંમરના લોકો પણ જોડાઈને 13 દિવસ ચાલીને અંબાજી પહોંચ્યા છે.


બે મજબૂત સિસ્ટમથી વાતાવરણ એવુ સર્જાયું કે નવરાત્રિ પહેલા ગુજરાતમાં વરસાદ વારો પાડશે


પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવા કેમ્પ
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાનો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવાનું શરૂ કરી દેવાયું છે જયાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવશે તો સેવા કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની સેવા કરવા આતુર બન્યા છે.ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને કરવા પગપાળા યાત્રા કરશે ત્યારે લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે અંબાજીના માર્ગો ઉપર રાહત અને સેવા કેમ્પોમાં બન્યા છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરાયું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 


સુરતમાં વિદેશી હીરા કંપનીની એન્ટ્રી, સાઉથ કોરિયન કંપનીએ કર્યું મોટું રોકાણ


બાળકની માનતા પૂરી થતા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામ પહોંચ્યા


સેવા કેમ્પના આયોજક હિતેશ ઠક્કરે જણાવ્યું કે, અમે છેલ્લા 16 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીયે છીએ અમે ભોજન પ્રસાદ તેમજ આરામ ની સગવડ પુરી પાડીએ છીએ. અમે ભક્તોને દેશી ઘીની બુંદી, શાક રોટલી અને અન્ય વાનગીઓ બનાવીને પ્રેમથી ખવડાવીએ છીએ. 


પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સેવા કેમ્પો ભક્તોની દરેક બાબતનો ખ્યાલ રાખીને ભક્તો સેવા કેમ્પો બંધાયા છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાનમાં જગદંબાના દર્શન કરવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સમગ્ર રસ્તાઓ માં અંબાના જયઘોષ ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ભાદરવી પૂનમના મહામેળોને લઈને અંબાજીના માર્ગો ઉપર સેવા કેમ્પો બંધાયા છે. 


ભારત-કેનેડા તણાવ વચ્ચે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ છે વિકલ્પ, જાણી લો કેવી છે સ્થિતિ