Car Astrology: આજના સમયમાં વાહન, વૈભવી આઇટમ માત્ર શોખ સુધી સીમિત નથી પરંતુ તે જરૂરીયાત પણ બની ગઈ છે. રોટી કપડા અને મકાન જેવી મૂળભૂત વસ્તુમાં વાહન પણ સામેલ થઈ ગયું છે. વર્તમાન સમયમાં ઝડપથી ભાગતા જીવનમાં વાહનની ઉપયોગિતા વધી ગઈ છે કારણ કે આ જીવનની ભાગદોડને ગતિશીલ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહન સુખ અને કુંડળીનો સંબંધ
દરેક ઈચ્છે છે કે તેની પાસે કોઈ એક વાહન હોય તો તેનો ઉપયોગ કરી તે પોતાના ગંતવ્યો સુધી સુવિધાની સાથે ઝડપથી પહોંચી શકે. કેટલાક લોકોની ઈચ્છા મોટી ગાડી લેવાની હોય છે. તો કોઈ સ્પોર્ટ્સ લુકવાળી ગાડી ખરીદવાનું પસંદ કરે છે. કુંડળીનું ચોથુ સ્થાન, ચોથા સ્થાનનો સ્વામી અને શુક્ર ગ્રહ કોઈને વાહન અપાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. 


આવી વ્યક્તિ ખરીદે છે દમદાર ગાડી
કુંડળીમાં વાહન અપાવવાની સ્થિતિ અને ચોથા સ્થાનનો સંબંધ જો ચંદ્રમાથી થઈ જાય તો તેવી વ્યક્તિ તેવું વાહન ખરીદે છે, જેનું પિકઅપ ખુબ જોરદાર હોય છે. આવા લોકો વાહન ખરીદવા સમયે તેની મજબૂતી પર ઓછું તેની સ્પીડ પર વધુ ધ્યાન આપે છે. તે ઈચ્છે છે કે તેના હાથમાં એવું વાહન હોય જે સ્ટાર્ટ કરતા જ ભાગવા લાગે. તે વાહન ખરીદવામાં ફીચર્સમાં તે વાતનું પણ ધ્યાન રાખે છે કે તેના હાથમાં તે વાહનનું સ્ટિયરિંગ હોય, જેને ખુબ ઓછી જગ્યાએ ફેરવી શકાય.


આ પણ વાંચોઃ મીન રાશિમાં બની રહ્યો છે બુધાદિત્ય રાજયોગ, કર્ક સહિત આ 4 રાશિઓને થશે ધનલાભ


વાહનનો રંગ
ચોથા સ્થાનની આવી સ્થિતિ જો કોઈ પુરૂષની કુંડળીમાં હોય તો તે પોતાની પત્ની, પુત્રી-બહેન કે પરિવારની કોઈ અન્ય મહિલાને પસંદ આવતી ગાડી ખરીદે છે. ખરીદતા પહેલા તેની સાથે માત્ર ચર્ચા નથી કરતા પરંતુ શોરૂમ સુધી લઈ જઈ કલર વગેરે પણ પસંદ કરાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે પણ ચંદ્ર કોઈને વાહન આપે છે ત્યારે તે ખૂબ જ તેજસ્વી રંગ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી. તે માત્ર ક્રીમ, સફેદ, ચાંદી જેવા રંગો ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)