Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિનું પર્વ હવે શરૂ થવાની તૈયારી છે. નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીના નવ અલગ-અલગ દૈવીય રૂપની પૂજા કરવામાં આવે છે.  આ વખતે ચૈત્ર નવરાત્રિનું મહાપર્વ 22 માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને તેનું સમાપન 30 માર્ચે થશે. સાથે જ  આ દિવસથી વિક્રમ સંવત 2080 એટલે હિંદુ નવવર્ષનું આગમન થઈ જશે. 1 વર્ષમાં  4 વખત નવરાત્રિ આવે છે. દેશભરમાં આ તહેવાર અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. પરંતુ એક વસ્તુ જે દરેક જગ્યાએ સામાન્ય હોય છે અને તે છે મા દુર્ગાની પૂજા. દરેક વ્યક્તિ નવરાત્રિના સમયમાં માતાજીને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે. અને પોતાના તમામ દુખને દૂર કરવાની પ્રાર્થના  કરે છે. હવે જાણીએ નવરાત્રિમાં માતાજીની પૂજા માટેની સામગ્રી વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિની આવશ્યક સામગ્રી:


માતાજીની સામગ્રી:
નવરાત્રિમાં નવદુર્ગાનો શ્રૃંગાર કરવામાં આવે છે. પૂજા માટે મા દુર્ગાની તસવીર લઈ શકાય છે. તેની સાથે કંકુ કે બિંદી, સિંદૂર, કાજળ, મહેદીં, ગજરો, લાલ રંગનું કાપડ, કાનના ઝૂમકા, નથણી, મંગળ સૂત્ર, પાયલ, બંગડીઓ વગેરે.


ચૈત્ર નવરાત્રિની તિથિ:
1.પહેલું નોરતું. 22 માર્ચ, બુધવાર,મા શૈલપુત્રીની પૂજા 
2. બીજું નોરતું, 23 માર્ચ, ગુરુવાર, મા બ્રહ્મચારિણીની પૂજા
3. ત્રીજું નોરતું, 24 માર્ચ, શુક્રવાર, મા ચંદ્રઘંટાની પૂજા
4. ચોથું નોરતું, 25 માર્ચ, શનિવાર, મા કુષ્માંડાની પૂજા
5. પાંચમું નોરતું, 26 માર્ચ, રવિવાર, મા સ્કંદમાતાની પૂજા
6. છઠ્ઠું નોરતું, 27 માર્ચ, સોમવાર, મા કાત્યાયનીની પૂજા
7. સાતમું નોરતું, 28 માર્ચ, મંગળવાર, મા કાલરાત્રિની પૂજા
8. આઠમું નોરતું, 29 માર્ચ, બુધવાર, મા મહાગૌરીની પૂજા
9. નવમું નોરતું, 30 માર્ચ, ગુરુવાર, મા સિદ્ધિદાત્રીની પૂજા


કળશ સ્થાપનાની સામગ્રી:
નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ કળશમાં 33 કોટી દેવતા હોય છે. કળશ સ્થાપના માટે થોડી માટી, માટીનો ઘડો, માટીનું કોડિયું, નાળિયેર, લાલ રંગનું કાપડ. ચોખા, હળદર, પાનના પત્તા, ફૂલ-માળા,ભોગ માટે ફળ અને મિઠાઈ, રંગોળી માટે લોટ, માટીની કટોરીની ઉપર રાખવા માટે ચોખા કે ઘઉં. માતા દુર્ગાનો ફોટો, પાઠ માટે દુર્ગા સપ્તશતી પુસ્તક, દુર્ગા ચાલીસા.