30 વર્ષ બાદ 3 રાજયોગમાં થશે `હિન્દુ નવા વર્ષ`ની શરૂઆત, ત્રણ જાતકોનું ચમકી જશે કરિયર, ધનલાભનો યોગ
Hindu Nav Varsh 2024: વૈદિક પંચાગ અનુસાર હિન્દુ નવા વર્ષ પર ત્રણ રાજયોગ બની રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને કરિયર અને કારોબારમાં લાભ થઈ શકે છે. જો તમારી પણ આ રાશિ છે તો તમને મોટો લાભ થઈ શકે છે.
Hindu Nav Varsh 2024: વૈદિક જ્યોતિષ અનુસાર ચૈત્ર નવરાત્રની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. તો હિન્દુ નવા વર્ષ સંવત 2081નો પણ આ દિવસે પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે નવા વર્ષ પર ત્રણ રાજયોગ બની રહ્યાં છે. આ રાજયોગ શશ અને અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આ યોગ 30 વર્ષ બાદ બની રહ્યાં છે. તો જ્યોતિષ અનુસાર હિન્દુ નવા વર્ષના રાજા ગ્રહોના સેનાપતિ મંગળ છે. તો આ વર્ષ મંત્રી શનિ દેવ છે. તેવામાં શનિ અને મંગળ દેવનો પ્રભાવ વર્ષ દરમિયાન જોવા મળશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે હિન્દુ નવું વર્ષ ફળયાદી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. સાથે નવા લોકો સાથે સંબંધ બનશે, જેનાથી તમને લાભ થશે. જો તમે રાજનીતિથી જોડાયેલા છો તો તમને કોઈ પદ મળી સકે છે. આ સમયમાં તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારા પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત થશે અને તમારી રોકાણ સાથે જોડાયેલી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
વૃષભ રાશિ
હિન્દુ નવું વર્ષ વૃષભ રાશિના જાતકોના કરિયર અને કારોબારની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. આ સમયમાં નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. સાથે ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે જેથી તમે ભવિષ્ય માટે બચત કરી શકશો. આ સાથે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આવકના નવા સાધન મળશે. આ સાથે શેર બજાર, સટ્ટા અને લોટરીથી સારો લાભ થશે.
મેષ રાશિ
હિન્દુ નવું વર્ષ મેછ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાનો છે. સાથે આવકના નવા માધ્યમ બની શકે છે. આ સાથે તમે અન્ય સ્ત્રોતથી આવક મેળવવામાં સફળ થશો. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયે તમારૂ કામ શરૂ થઈ શકે છે. તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. જે લોકો નોકરી કરી રહ્યાં છે તેનું પ્રમોશન અને પગાર વધારો આ સમયે થઈ શકે છે.
આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ બની ગયો શનિ, શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ, આ 3 જાતકોની ધન-સંપત્તિ વધશે