Durlabh Sanyog on Maha Ashtami 2023: ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે જે 30 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિની અષ્ટમી તિથિ ખુબ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે અષ્ટમી તિથિ ખુબ ખાસ પણ છે કારણ કે 700 વર્ષ બાદ આ મહા અષ્ટમી પર ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેની અસર તમામ રાશિવાળા પર થશે. કેટલીક રાશિવાળા માટે તો આ મહાઅષ્ટમી જીવનમાં ધરખમ ફેરફાર  લાવશે. એમ પણ કહી શકાય કે આ લોકોના નવરાત્રિ અષ્ટમીથી સોનેરી દિવસો શરૂ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અષ્ટમી પર મહાયોગોનો શુભ સંયોગ
29 માર્ચ મહાઅષ્ટમીના રોજ ગુરુ સ્વરાશિ મીનમાં રહેશે, શનિ સ્વરાશિ કુંભમાં રહેશે, જ્યારે બુધ મેષ રાશિમાં રહેશે. શુક્ર અને રાહુ પહેલેથી જ મેષમાં છે. આ ગ્રહ સ્થિતિઓ 5 ખુબ જ શુભ યોગ બનાવી રહી છે અને આવો સંયોગ 700 વર્ષ બાદ બન્યો છે. કઈ રાશિવાળા માટે આ વખતની નવરાત્રિની અષ્ટમી શુભ ફળ આપશે તે ખાસ જાણો. 


કર્ક રાશિ
નવરાત્રિની અષ્ટમી પર બની રહેલો 5 મહાયોગનો દુર્લભ સંયોગ તમને આકસ્મિક ધનલાભ કરાવશે. તમારી કમાણી વધશે. સંપત્તિ ખરીદી શકો છો. જો કે શનિની ઢૈય્યા ચાલી રહી છે  પરંતુ આ સમયગાળામાં તમને શુભ ફળ મળશે. 


જે સ્ત્રીઓને શરીરના આ ભાગે તલ હોય તે હોય તે હંમેશા રાણી બનીને કરે છે રાજ!


ગુરુ ચાંડાલ યોગને કારણે થશે ઉથલપાથલ, આ ત્રણ રાશિના જાતકો રહે સાવધાન


જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે


મિથુન રાશિ
નવરાત્રિની અષ્ટમી મિથુન રાશિવાળા માટે ખુબ જ શુભ ફળ આપનારી રહેશે. એવું કહી શકાય કે આ રાશિવાળા માટે ભાગ્યોદય થશે. દરેક કામમાં સફળતા મળશે. સામાજિક રીતે સક્રિય રહેશો. નોકરી વેપાર માટે સારો સમય છે. 


મકર રાશિ
અષ્ટમી પર 5 મહાયોગનો સંયોગ મકર રાશિવાળાને અનુકૂળ ફળ આપશે. ધન લાભ થશે. આવક વધી શકે છે. સાહસ અને પરાક્રમ વધશે. પ્રોપર્ટી ખરીદી શકો છો કે પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube