નવી દિલ્હીઃ Chankya Niti About Life: આચાર્ય ચાણક્યએ પોતાના વિચારોનો એક સંગ્રહ બનાવ્યો તેને નીતિશાસ્ત્ર નામ આપવામાં આવ્યું. ચાણક્યએ નીતિશાસ્ત્રમાં તમારા જીવન સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ પાસાઓની જાણકારી આપી છે. જો કોઈ વ્યક્તિ જીવન જીવવાની સાચી રીત જાણવા ઈચ્છે છે તો તેને નીતિશાસ્ત્રના કેટલાક વિચારોને જરૂર અપનાવવા જોઈએ. કારણ કે આ વિચારો દ્વારા તમે તમારા જીવનમાં સુધાર લાવી જિંદગીમાં સફળતા હાસિલ કરી શકો છો. આચાર્ય ચાણક્ય નીતિએ આવી ત્રણ વાતનો ઉલ્લેખ કર્યો છે, જેને ભૂલથી કોઈને જણાવવી જોઈએ નહીં. આવો જાણીએ એવા ક્યાં રાઝ છે જે જીવનભર કોઈને જણાવવા જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાન-પુણ્ય
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધર્મ-કર્મનું કાર્ય કરે છે તો તેણે આ વા કોઈને જણાવવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે તેનો પ્રચાર કરવાથી પ્રભાવ ઓછો થઈ જાય છે. સાથે પુણ્ય ફળની પ્રાપ્તિ પણ થતી નથી. ધર્મ-કર્મ અને દાન-પુણ્યનું કામ તમારે આજીવન ગુપ્ત રાખવું જોઈએ. 


આ પણ વાંચોઃ 27 એપ્રિલથી સૂર્યની જેમ ચમકશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, ગુરૂ ઉદય થઈને આપશે શુભ ફળ


તમારા ઘરની નબળાઈ
આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા ઘરની કમી ક્યારેય કોઈને જણાવવી જોઈએ નહીં. આચાર્ય ચાણક્યની નીતિ અનુસાર જો તમે તમારા ઘરની કમી બહારના લોકોને જણાવો તો તેનાથી પરિવારની બદનામી થાય છે. બહારના લોકો તેનો ખોટો ફાયદો લઈ શકે છે. 


તમારો સંબંધ
જો તમે તમારા લગ્ન જીવનને ખુશ રાખવા ઈચ્છો છો તો ભૂલથી કોઈ વ્યક્તિ સાથે તમારા સંબંધ સાથે જોડાયેલી વાતો શેર કરવી જોઈએ નહીં. તેમ કરવાથી લોકો તમારો સંબંધ બગાડી શકે છે. આચાર્ય ચાણક્ય અનુ,સાર તમારા સંબંધ સાથે જોડાયેલી વાતો બીજાને જણાવવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારીઓ સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube