Chanakya Niti About Life: ઘણા લોકો પૈસા બચાવવા માટે અમુક નિયમ બનાવે છે. જો તમે પણ પૈસા બચાવવાનું વિચારી રહ્યા છો તો, તમારે ચાણક્યની આ નીતિ અપનાવવી જોઇએ. જો તમે તમારૂ જીવન સુખમય બનાવી રાખવું છે અને માતા લક્ષ્મીનો ઘરનો સ્થાયી વાસ ઇચ્છો છો, તો તમારે ચાણક્યની નીતિનું પાલન કરવું જોઇએ. આચાર્ય ચાણક્ય કહે છે કે, દરેક વ્યક્તિને લક્ષ્મીની ઈચ્છા હોય છે, પરંતુ દરેકને મા લક્ષ્મીના આશીર્વાદ નથી મળતા. તો આવી સ્થિતિમાં ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને મા લક્ષ્મીના આશીર્વાદ માટે ચાણક્ય નીતિનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શું છે આ નીતિઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!


ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી


નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર


ઝઘડાથી દૂર રહો;
એવું કહેવાય છે કે, જે ઘરમાં ઝઘડા, કંકાસ અને કલેશ હોય છે, ત્યાં વ્યક્તિને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. એટલું જ નહીં, જે ઘરોમાં વડીલોનું સન્માન, સ્ત્રીઓનું સન્માન અને બીજાના હિતની અવગણના કરવામાં આવે છે. ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. આવી સ્થિતિમાં આ વાતોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે.


યથા શક્તિ અનુસાર દાન કરો:
એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ મુક્તપણે દાન કરે છે, તો તેની સંપત્તિમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ખુલ્લા દિલથી દાન કાર્ય કરવું જોઈએ. આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ


છોકરીઓને મા બનવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અગત્યની વાત


છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ વસ્તુઓ, શું તમને ખબર છે?


બાળક જિદ્દી બની ગયું હોય તો શું કરવું જોઈએ? આ કરશો તો ફાયદામાં રહેશો નહીં તો ભોગવજો


ખોટો ડોળ ન કરવો:
માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ચાણક્ય કહે છે કે, દેખાડો બિલકુલ ન કરો. વ્યક્તિએ પોતાની જાતને જૂઠ અને દેખાડા વગેરેથી દૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ માણસને અંધકાર તરફ લઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગરીબ બની જાય છે. મા લક્ષ્મીના આશીર્વાદને જાળવી રાખવા માટે જરૂરી છે કે, વ્યક્તિએ ધન, સુંદરતા અને હોદ્દાનું બિલકુલ પ્રદર્શન ન કરે. 


પોતાના રહસ્યો અકબંધ રાખવાઃ
પોતાના મનમાં જે રહસ્યો છુપાયેલાં હોય એ ક્યારેય કોઈને પણ ન કહેવા જોઈએ. તમારા મનની વાત બીજા જાણી લેશે તો ગમે ત્યારે એ વસ્તુ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જ આચાર્ય ચાણક્ય કહે છેકે, પોતાના રહસ્યો ક્યારેય પોતાની અંગત વ્યક્તિને પણ ન કહેવા જોઈએ...


આ પણ ખાસ વાંચોઃ


ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!


પત્ની કે પોલીસના હાથમાં આવી ગઈ તો ટલ્લી થવાનું છોડી દેવું પડશે, આ ઘડિયાળે ભારે કરી


Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ