Chanakya Niti: આ વસ્તુથી અગ્નિ વિના પણ સળગતું રહે છે શરીર, વાંચો આજની ચાણક્ય નીતિ
આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જીવનના તમામ પાસાઓનું વિગતવાર વર્ણન કર્યુ છે. એક શ્લોકમાં તેમણે જણાવ્યું કે કઈ વાતથી વ્યક્તિનું શરીર અગ્નિ વિના સળગતું રહે છે.
નવી દિલ્હીઃ Chanakya Niti: આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓનું વર્ણન કર્યુ છે. ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યને આજે પણ એક મહાન શિક્ષણવિદ, કૂટ નીતિજ્ઞ, રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી માનવામાં આવ્યા છે. એક શ્લોકમાં ચાણક્યે તે વાત વિશે જણાવ્યું છે. જે અગ્નિ વિના જ વ્યક્તિના શરીરને સળગાવતી રહે છે. આવો આજે જાણીશું આજની ચાણક્ય નીતિ.
કાન્તાવિયોગ સ્વજનાપમાનં ઋણસ્ય શેષં કુનૃપસ્ય સેવા
દારિદ્ર્યભાવદ વિમુખ ચ મિત્રં વિનાગ્નિના પજ્ચ દહન્તિ કાયં
ચાણક્ય કહે છે કે પત્નીનો વિયોગ, ભાઈ-ભાંડુઓથી અપમાનિત થવું, વ્યાજના દેવા નીચે દબાયેલા રહેવું, દુષ્ટ કે ખરાબ માલિકની સેવામાં રહેવું, નિર્ધન રહેવું, દુષ્ટ લોકો અને સ્વાર્થીઓની સભા કે સમાજમાં રહેવું આ એવી વાત છે જે અગ્નિ વિના શરીરને દરેક સમયે સળગાવતી રહે છે.
આ પણ વાંચોઃ 6 એપ્રિલે બની રહ્યો છે 'મહાલક્ષ્મી યોગ', આ 4 રાશિના જાતકોની બલ્લે-બલ્લે
સજ્જન લોકો પોતાની પત્નીના વિયોગને સહન કરી શકતા નથી. જો તમે તમારા ભાઈ-ભાંડુ અપમાન કરે છે તો તમે તે સહન કરી શકતા નથી. જે વ્યક્તિ દેવાના ડુંગર નીચે દબાયેલો હોય છે તે દરેક સમયે વ્યાજ ચૂકવવા માટે દુખી રહે છે. દુષ્ટ રાજા કે માલિકની સેવામાં રહેનારો નોકર પણ દરેક સમયે દુખી રહે છે. નિર્ધનતા એવો અભિશાપ છે કે જેને મનુ્ષ્ય સૂતા-સૂતા કે ઉઠતા-બેસતાં ક્યારેય ભૂલી શકતો નથી. તેને પોતાના સ્વજનો અને સમાજમાં વારંવાર અપમાનિત થવું પડે છે.
અપમાનનું કષ્ટ મૃત્યુ સમાન છે. આ બધી એવી વાતો છે જેનાથી વ્યક્તિ આગ વિના અંદર જ અંદર સળગતો રહે છે. જેના કારણે તે જીતવોજીવ ચિત્તા પર બેઠો હોય તેવી સ્થિતિનો અહેસાસ કરે છે.
આ પણ વાંચોઃ ગુરૂનો 12 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ, આ પાંચ જાતકો માટે ખુલશે ભાગ્યનો ખજાનો
(આ લેખમાં આપેલી જાણકારી અંગે ZEE 24 કલાક કોઈ જાતનું પુષ્ટિ કરતું નથી. આ તમામ વાતો માન્યતાઓ અને કથાઓ પર આધારિત છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube