Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
Chanakya Niti Quotes for Husband Wife: ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર આ 4 વાતો ભૂલથી પણ પત્ની સાથે શેર ન કરવી જોઈએ, આ પ્રકારની અણસમજથી ઘર બરબાદ થાય છે
Chanakya Niti About Husband And Wife: સનાતન ધર્મમાં પતિ-પત્નીને જીવનસાથી તરીકે વર્ણવવામાં આવ્યા છે. જેઓ મૃત્યુ સુધી એકબીજાના સુખ-દુઃખમાં સાથે રહે છે. જોકે ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ પતિએ પોતાની 4 વસ્તુઓ ક્યારેય પત્ની સાથે શેર ન કરવી જોઈએ, નહીં તો ઘર બરબાદ થવામાં સમય નથી લાગતો.
સેંકડો વર્ષ પહેલા જન્મેલા આચાર્ય ચાણક્યએ દેશ, રાજનીતિ, સમાજ અને સમાજ સાથે જોડાયેલી ઘણી એવી રહસ્યમય વાતો કહી હતી જે આજે પણ વિશ્વના કરોડો લોકોને માર્ગદર્શન આપી રહી છે. આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્ર નામના પુસ્તકમાં આ વસ્તુઓને સ્થાન આપ્યું હતું, જેને આપણે બધા ચાણક્ય નીતિ તરીકે જાણીએ છે. ચાણક્યની આ નીતિમાં તેમણે કહ્યું છે કે પુરુષોએ પોતાની પત્નીથી હંમેશા 4 વસ્તુઓ છૂપાવીને રાખવી જોઈએ, નહીં તો તેમના ઘરની સ્થિતિ બગડતા વાર નથી લાગતી. ચાલો જાણીએ એ 4 વસ્તુઓ કઈ છે, જે હંમેશા પત્નીથી ગુપ્ત રાખવી જોઈએ.
આ પણ વાંચો: ઘર અને બાલ્કનીમાં કબૂતર ફેલાવે છે ગંદકી, ફોલો કરો આ આસાન ટિપ્સ, મળશે છુટકારો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: જો આ અથાણું રોજ ખાશો તો ઘોડા જેવી તાકત આવશે! પુરુષોનો વધશે પાવર
નબળાઈ
આચાર્ય ચાણક્ય કહે છે કે, પુરુષોએ હંમેશા પોતાની નબળાઈને પત્નીથી છુપાવવી જોઈએ. નહિંતર, તે વિવિધ પરિસ્થિતિમાં તમારી નબળાઈનો લાભ લઈ પોતાનું કામ કરાવી શકે છે. જેના કારણે તમારે જાહેર જીવનમાં ક્ષોભ અનુભવે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કમાણી
પતિ અને પત્ની માટે ચાણક્ય નીતિ અનુસાર, પતિએ પત્નીને તેની કમાણી વિશે પૂરી માહિતી આપવી ન જોઈએ. કારણકે, પતિની વાસ્તવિક આવક જાણ્યા પછી, તેને પોતાની માને છે અને તેને ખર્ચ કરતા પણ રોકવા લાગે છે. જેના કારણે ક્યારેક પતિને એક-એક પૈસા માટે પણ ફાંફા મારવા પડે છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
દાન
આચાર્ય ચાણક્ય અનુસાર દાન હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ. તમારી પત્નીને પણ એ ન જણાવવું જોઈએ કે તમે ક્યાં અને કેટલું દાન કર્યું છે. જો તમે આમ નથી કરતાં તો આપેલા દાનની કોઈ કિંમત રહેતી નથી અને તમારા કરેલા સારા કાર્યો પણ વ્યર્થ જશે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
અપમાન
પતિ-પત્ની માટે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પત્નીને તેના અપમાન વિશે ભૂલથી પણ ન જણાવવુ જોઈએ. તેનું કારણ એ છે કે કોઈ પણ પત્ની પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં વિવાદ શાંત થવાને બદલે ગુસ્સામાં વધી શકે છે, જેના કારણે આખા પરિવારને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube