Chanakya Niti for Wife Husband:  અનિતિ શાસ્ત્ર નામના પુસ્તકમાં મહાન અર્થશાસ્ત્રી અને રાજદ્વારી આચાર્ય ચાણક્યએ જીવન સંબંધિત ઘણા શીખ આપી છે. જેને ચાણક્ય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાણક્યએ સ્ત્રી-પુરુષ વિશે ઘણા નિયમો અને વાતો જણાવી છે, જેને અનુસરીને વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે. પોતાના પુસ્તકમાં તેમણે એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે ભૂલથી પણ પત્નીને ના જણાવવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેંકડો વર્ષ પહેલા જન્મેલા આચાર્ય ચાણક્યએ દેશ, રાજનીતિ, સમાજ અને સમાજ સાથે જોડાયેલી ઘણી એવી રહસ્યમય વાતો કહી હતી જે આજે પણ વિશ્વના કરોડો લોકોને માર્ગદર્શન આપી રહી છે. આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્ર નામના પુસ્તકમાં આ વસ્તુઓને સ્થાન આપ્યું હતું, જેને આપણે બધા ચાણક્ય નીતિ તરીકે જાણીએ છે. ચાણક્યની આ નીતિમાં તેમણે કહ્યું છે કે પુરુષોએ પોતાની પત્નીથી હંમેશા 4 વસ્તુઓ છૂપાવીને રાખવી જોઈએ, નહીં તો તેમના ઘરની સ્થિતિ બગડતા વાર નથી લાગતી. ચાલો જાણીએ એ 4 વસ્તુઓ કઈ છે, જે હંમેશા પત્નીથી ગુપ્ત રાખવી જોઈએ.


આ પણ વાંચો : 


નવસારીમાં ગણતંત્ર દિને પ્રતિમાને હાર પહેરાવતા સમયે બે કોર્પોરેટર સીડી પરથી પડ્યા


પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video


આદિવાસીઓની શાન પદ્મશ્રીથી સન્માનિત, પીઠોરાને જીવંત રાખવાનુ શ્રેય પરેશ રાઠવાને જાય છે


1) તમારી કમજોરી ક્યારેય કહો
કોઈ પણ પુરુષે ભૂલથી પણ પોતાની કમજોરી વિશે પત્નીને ન જણાવવું જોઈએ. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોએ પોતાની કમજોરીને હંમેશા પત્નીથી છુપાવવી જોઈએ.


2) અપમાનની ન કરો વાત
પુરુષોએ ક્યારેય પણ તેમની પત્નીને તેમના અપમાનની વાત ન કરવી જોઈએ. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે પત્ની ક્યારેય પણ પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી.


3) દાનની ન આપો જાણકારી
દાન હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ.ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દાન કરો છો તો આ માહિતી પત્નીને પણ ન આપવી જોઈએ.


4) કમાણીની ન આપો જાણકારી
કોઈ પણ પુરુષે ક્યારેય કમાણી વિશે તેની પત્નીને પૂર્ણ રીતે જણાવવું જોઈએ નહીં. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો પત્નીને તેના પતિની ચોક્કસ કમાણી વિશે ખબર હોય તો તે વધુ ખર્ચ કરશે, જ્યારે તેની પાસે સંપૂર્ણ માહિતી ન હોય તો તે ખર્ચને નિયંત્રણમાં રાખશે.


આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં ઘરે ઘરે સૈનિક : ગામના સૂરજ દેવી માતા કરે છે સરહદ પર સૈનિકનું રક્ષણ