Chanakya Niti For Success: મહાન વિદ્વાન આચાર્ય ચાણક્યએ સફળતા મેળવવા માટે કેટલીક મહત્વની ગુરુચાવી આપી છે. સાથે જ એક સુખી જીવન જીવવા માટે કઈ વાતોથી દૂર રહેવુ જોઈએ તે પણ જણાવ્યું છે. જો આ વાતોનું ધ્યાન ન રાખીએ તો હાથમાં આવેલી સફળતા પણ સરકી જાય છે. વિશ્વના મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં સફળ જીવન જીવવા માટે ઘણી મહત્વપૂર્ણ વાતો પર ભાર મૂક્યો છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે સફળતા મેળવવા માટે વ્યક્તિએ કઇ વસ્તુઓ કરવી જોઇએ અને કઇ વસ્તુઓથી બચવું જોઇએ. નહીં તો મહેનત પછી મળેલી સફળતા પણ છીનવાઈ જાય છે. એટલું જ નહીં, આ ભૂલો વ્યક્તિને ક્યારેય સફળ થવા દેતી નથી અને તેનું નુકસાન તેને મૃત્યુ સુધી સહન કરવું પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોભમાં આવીને કોઈ કામ ન કરવું-
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યું છે કે કઈ ભૂલો વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવાથી દૂર રાખે છે.


યો ધ્રુવનિ પરિત્યજ્ય અધ્રુવં પરિશેવતે ।
ધ્રુવનિ તસ્ય નાશ્યન્તિ ચધ્રુવં નાસ્તમેવ હિ ।
આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલી વસ્તુઓની અવગણના કરે છે અને બીજી વસ્તુઓની પાછળ દોડે છે. તે કોઈ પણ વસ્તુનો આનંદ માણી શકતો નથી. આવી સ્થિતિમાં, તે મળેલી ખુશી અથવા સફળતાનો આનંદ પણ માણી શકતો નથી.


લાલચ અને ખોટું કામ-
એવા લોકો જે સાચુ છોડીને ખોટાને સમર્થન આપે છે અથવા અનૈતિક કામ કરે છે, તેઓ જીવનમાં સફળ નથી થતા. ઘણી વખત આવા લોકો સફળતાની નજીક પહોંચ્યા પછી પણ તેનાથી વંચિત રહે છે. આ સિવાય લોભી લોકોને પણ સફળતા મળતી નથી. સફળતા તેમનાથી દૂર રહે છે.


 



આયોજન વગર કાર્ય કરવું-
એવા લોકો જે યોજના બનાવ્યા વિના કામ કરે છે, તેઓ સખત મહેનત અને સારા ઈરાદા સાથે કામ કર્યું હોવા છતાં પણ પાછળ રહી જાય છે. તેથી, લક્ષ્ય મોટું હોય કે નાનું, હંમેશા વ્યૂહરચના બનાવીને જ કામ કરો. આમ કરવાથી લક્ષ્યમાં સફળ થવાની સંભાવના નિશ્ચિત છે.