આચાર્ય ચાણક્યની કુશાગ્ર બુદ્ધિ અને તાર્કિકતાથી લોકો પ્રભાવિત હતા. આ જ કારણે તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવતા. તેઓ એક કુશળ રાજનિતિજ્ઞ, ચતુર કૂટનીતિક, સારા અર્થશાસ્ત્રી તરીકે પ્રખ્યાત થયા. તેમણે નીતિ શાસ્ત્રની રચના કરી અને  તેના માધ્યમથી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે અનેક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તેઓ કહે છે કે જે વ્યક્તિને પરખ ન હોય તો અણમોલ રત્નોને પણ પગની ધૂળમાં રહેવા દે છે અને ઘાસને માથા પર સજાવી દે છે. આમ કરવાથી રત્નોનું મૂલ્ય ઓછું નથી થતું અને ઘાસનું મહત્વ વધતું નથી. આ સિવાય પણ તેમણે એવી અનેક વાતો જણાવી છે જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુદ્ધિશાળી વ્યક્તિઓએ ન કરવા જોઈએ આવા કામ
આચાર્ય  ચાણક્યના નીતિશાસ્ત્રમાં જીવનની મુશ્કેલીઓ પાર કરવા માટે અનેક ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નીતિઓ અપનાવીને વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં જરાય ડગ્યા વગર એક સારું જીવન જીવી શકાય છે. તેમણે અનેક એવી વાતો જણાવી છે કે જેને અપનાવીને જીવનને સફળ બનાવી શકાય છે. આચાર્ય ચાણક્યએ એ પણ જણાવ્યું કે બુદ્ધિશાળી વ્યક્તિઓએ કયા કામ ન કરવા જોઈએ. બુદ્ધિશાળી લોકોએ કયા કામથી સાવધાન રહેવું જોઈએ તે ખાસ જાણો. 


1. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ બુદ્ધિશાળી વ્યક્તિએ ક્યારેય ભૂખ્યા રહેવું જોઈએ નહીં. ભૂખ્યા રહેવાથી વ્યક્તના મગજ પર ખોટી અસર પડે છે અને બુદ્ધિનો નાશ થાય છે. 


2. આ ઉપરાંત બુદ્ધિશાળી વ્યક્તિએ જીવનમાં ક્યારેય નકારાત્મક લોકો અને નબળા મિત્રો બનાવવા જોઈએ નહીં. આવા લોકો જીવનમાં પરેશાની ઊભી કરી શકે છે. આથી આવા લોકોથી અંતર જાળવવું જોઈએ. 


3. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ બુદ્ધિમાન વ્યક્તિને જીવનમાં સફળતા માટે દરેક ચીજનું જ્ઞાન હોવું જોઈએ. જેથી કરીને જીવનની તમામ પરેશાનીઓનો સામનો કરી શકે. 


4. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ બુદ્ધિશાળી વ્યક્તિએ છળ અને કપટથી ઘણું દૂર રહેવું જોઈએ. હંમેશા સત્યનો જ સાથ આપવો જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube