Chanakya Niti: જિંદગી નરક બનાવી દે છે આવી મહિલા, અનેક મુશ્કેલીનો કરવો પડે છે સામનો
Chanakya Niti: ચાણક્યના નૈતિકતાના સિદ્ધાંત આજે પણ દુનિયાભરમાં સૌથી વધુ પ્રાસંગિક છે. તેમના વચનોને ચાણક્ય નીતિ નામના ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યા છે. આચાર્ય ચાણક્યએ મહિલાઓ વિશે પણ મહત્વની વાત કહી છે.
નવી દિલ્હીઃ Chanakya Niti: આચાર્ય ચાણક્યએ જીતન સાથે જોડાયેલા ઘણા પાસા વિશે લોકોનું માર્ગદર્શન કર્યું છે. ચાણક્યની વાતોનું અનુસરણ કરી આપણે જીવનને સરળ અને સુગમ બનાવી શકીએ છીએ. આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં ઘણી વાતનો ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિનું જીવન તેના પાર્ટનરના સ્વભાવ પર નિર્ભર કરે છે. વૈવાહિક જીવન બાદ એક સારી પત્નીની આશા બધાને હોય છે.
સુખમય વૈવાહિક જીવન માટે પત્નીનો પ્રેમ મળવો જરૂરી હોય છે. પરંતુ દરેકની સાથે આવું બનતું નથી. ઘણા લોકો હોય છે જેને દગાબાજ અને સ્વાર્થી પત્ની મળે છે. દરેકના ભાગ્યમાં વફાદાર પત્ની હોતી નથી. મહાન અર્થશાસ્ત્રી ચાણક્યએ પોતાની નીતિમાં આવી કેટલીક દગાબાજ અને સ્વાર્થી પત્નીઓ વિશે જણાવ્યું છે. તેના કેટલાક એવા લક્ષણ હોય છે. જેનાથી તમે સ્વાર્થી અને અવિશ્વાસુ પત્ની વિશે જાણી શકો છો.
એક મહિલાની ઓળખ તેના ચરિત્ર અને સ્વભાવથી થાય છે. જો તમને લાગે છે કે તમારા પાર્ટનરનું ચરિત્ર અને સ્વભાવ ઠીક ન હોય તો આવી મહિલાઓથી તત્કાલ દૂર થઈ જવું જોઈએ. આવી મહિલા તે સાપ સમાન હોય છે જે ગમે ત્યારે બહાર આવીને ડંખ મારી શકે છે.
આ પણ વાંચોઃ શનિદેવ થયા આ 4 રાશિવાળા પર મહેરબાન, માર્ચ 2025 સુધી આપ્યું અપાર સફળતાનું વરદાન
ગુણ
ત્યાગ, ચરિત્ર અને સ્વભાવ સિવાય વ્યક્તિના ગુણ પણ કોઈ સંબંધ માટે મહત્વના છે. આચાર્ય ચાણક્ય કહે છે કે એક સ્ત્રીના ગુણ જ પરિવાર અને સમાજના નિર્માણમાં સહાયક હોય છે. સદ્ગુણવાળી સ્ત્રી જ્યાં પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી હોય છે તો અવગુણવાળી સ્ત્રી પરિવાર અને સમાજનો નાશ કરી શકે છે.
સ્વાર્થ
એક સ્વાર્થી સ્ત્રી ક્યારેય સારી પત્ની કે માતા ન બની શકે. ત્યાગનો ભાવ જ એક મહિલાને પુરૂષથી વધુ વફાદાર બનાવે છે. એક સ્ત્રી જે માત્ર પોતા વિશે વિચારે છે તે ગમે ત્યારે દગો આપી શકે છે. તે પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube