Chanakya Niti: સમાજમાં માન-સન્માન મેળવવા આ ચાણક્યનીતિનું કરો પાલન
આચાર્ય ચાણક્ય તેમની શાણપણ અને મજબૂત નીતિઓ માટે જાણીતા છે. તેમણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો પરંતુ હારના ડરથી તેઓ ક્યારેય પાછળ હટ્યા નહીં, બલ્કે તેઓ હારમાંથી શીખ્યા. તેમના ઉપદેશો અને નીતિઓ આજે પણ લોકો માટે સુસંગત માનવામાં આવે છે.
ની દિલ્હીઃ હિંદુ ધર્મમાં દાનનું ઘણું મહત્વ છે. એવી માન્યતા છેકે જે વ્યક્તિ દાન-દક્ષિણા કરે છે તેને ક્યારેય અછત નથી આવતી, પરંતુ જીવનમાં સમૃદ્ધિ મળે છે. એટલે પ્રયાસ કરો કે કમાણીની થોડી રકમનો દાન જરૂર કરો.
બીજા લોકો સાથે વાત કરતી વખતે સરળ ભાષા બોલવામાં ક્યારેક ખચકાવું જોઈએ નહીં. ચાણક્ય અનુસાર જે પણ વ્યક્તિની વાણી સારી હોય છે તે કોઈપણ કાર્ય સહેલાયથી કરી શકે છે. મીઠી ભાષા કોઈનું પણ મન મોહી લે છે અને આનાથી મોટી મોટી સમસ્યાનું સમાધાન થઈ જાય છે.
સફળતા મેળવવા માટે તમે જે કંઈપણ કાર્ય કરો છો તેમાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાઓ. કોઈપણ કાર્યને અધૂરા મનથી ના કરવું જોઈએ, કેમ કે આ પ્રકારે કરેલું કાર્ય હંમેશા અસફળ રહે છે.
કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વનું હોય છે જ્ઞાન, કેમ કે એકમાત્ર જ્ઞાન જ છે જે ક્યારેય તમારો સાથ નહીં છોડે. જ્ઞાનના કારણે જ તમને સમાજમાં માન-સન્માન મળે છે. એટલા માટ જ્ઞાન મેળવવાની જ્યારે પણ તક મળે તો કંજૂસી ના કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube