Chandra Gochar 2024: વૈદિક જ્યોતિષમાં ચંદ્રને મન, મગજ અને લાગણીઓનો કારક એટલે કે નિયંત્રક અને સ્વામી ગ્રહ માનવામાં આવે છે. ચંદ્ર મનને નિયંત્રિત કરતો હોવાથી, વ્યક્તિની લાગણીઓ, મૂડ, વિચારવાની રીત, બધું ચંદ્રના પ્રભાવમાં હોય છે. આપણે સુખી હોઈએ કે દુઃખી એ બધું ચંદ્રની સ્થિતિ પર નિર્ભર કરે છે. ચંદ્રના ગોચરની સીધી અસર મનુષ્યના રોજિંદા જીવન પર પ્રત્યક્ષ પ્રભાવ પડે છે. આ કારણે ચંદ્રનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22મી નવેમ્બર પહેલા ચંદ્ર ગોચર
બીજી બાજુ ચંદ્રમા વૈદિક જ્યોતિષમાં સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે. ચંદ્ર ગ્રહ એક રાશિમાં 2.5 એટલે કે અઢી દિવસ અને એક નક્ષત્રમાં 1 દિવસ રહે છે. તેના ટૂંકા ગાળાના ગોચરમાં પણ ચંદ્ર તેની શુભ પ્રભાવથી ખરાબ થયેલા કામ બનાવી દે છે. તો અશુભ પ્રભાવથી જીવનને હચમચાવે નાખે છે. મંગળવાર 19 નવેમ્બર 2024ના બપોર બાદ  2:55 વાગ્યે ચંદ્રમાં પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. 22 નવેમ્બર પહેલા તેઓ 3 મહત્વપૂર્ણ નક્ષત્રોમાં ગોચર કરશે.


બુધવાર 20 નવેમ્બર 2024ના રોજ બપોરે 2:55 વાગ્યે ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે.
ગુરુવાર નવેમ્બર 21 2024ના રોજ બપોરે 3:35 વાગ્યે ચંદ્રમા આશ્લેષ નક્ષત્રમાં ગોચર કરશે.
શુક્રવાર નવેમ્બર 22 2024ના રોજ બપોરે 3:35 વાગ્યે ચંદ્રમા મઘ નક્ષત્રમાં ગોચર કરશે.


ચંદ્ર ગોચરની જીવન પર અસર
ચંદ્રમાની ગતિ અન્ય ગ્રહોની તુલનામાં વધુ ઝડપી હોવાને કારણે તેની અસર તમામ રાશિઓ પર ઝડપથી જોવા મળે છે. રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓ જેમ કે વાતચીત, વાણી, વર્તન, મૂડ, પ્રેમ, ગુસ્સો વગેરેનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. તેમજ ઊંઘ, સપના અને માનસિક સ્વાસ્થ્ય અને રોગો પણ ચંદ્રમાથી પ્રભાવિત થાય છે. ચંદ્રમા શરીરના પ્રવાહી પદાર્થો જેમ કે રક્ત પ્રવાહ અને પાચન તંત્રની કામગીરીને નિયંત્રિત કરે છે. મહિલાઓના માસિક સ્રાવ અથવા પીરિયડ્સ પર ચંદ્રનો સૌથી વધુ પ્રભાવ હોય છે.


ચંદ્ર નક્ષત્ર ગોચરની રાશિઓ પર અસર
કર્ક રાશિ

કર્ક રાશિના લોકો ચંદ્રમાના પુષ્ય, આશ્લેષ અને મૃગ નક્ષત્ર દરમિયાન લાગણીશીલ અને સંવેદનશીલ હશે, પરંતુ સાથે જ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ સંકલ્પબદ્ધ હશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. સહકર્મીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. લોટરી લાગવાથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારમાં વૃદ્ધિ થશે. નવા ગ્રાહકો મળવાથી વેપારમાં લાભ થશે. તમના પર રૂપિયાનો વરસાદ થશે. લવ લાઈફમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મન શાંત રહેશે અને તણાવ ઓછો થશે.


વૃશ્ચિક રાશિ
ચંદ્રમાના પુષ્ય, આશ્લેષ અને મઘ નક્ષત્ર દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો વધુ ઉર્જાવાન અને સક્રિય રહેશે. તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર નવા કાર્યો મળી શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે, અટકેલા પૈસા પાછા આવશે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળી શકે છે. તમને એટલા પૈસા મળશે કે તમે તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરી શકશો. લવ લાઈફમાં રોમાંસ આવશે. પાર્ટનર સાથે પ્રવાસ પર જઈ શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂના રોગોથી રાહત મળી શકે છે.


મીન રાશિ
મીન રાશિના લોકો પુષ્ય, આશ્લેષ અને મૃગ નક્ષત્ર દરમિયાન વધુ સહાનુભૂતિશીલ અને દયાળુ રહેશે. તેઓ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેશે. નોકરીમાં વર્ક પ્લેસ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકોને અચાનક જ મોટો આર્થિક ફાયદો થઈ શકે છે અથવા કોઈ પુરસ્કાર મળી શકે છે. વ્યવસાયમાં નવા ગ્રાહકો મળવાને કારણે નફાના માર્જિનમાં વધારો થશે. તમારા મનમાં આયોજન કરેલ કાર્ય પૂર્ણ થશે. સપનાને સાકાર કરવાનો આ સમય છે. લવ લાઈફમાં વિશ્વાસ વધશે, સંબંધોમાં મધુરતા આવશે. જીવન સાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તણાવ ઓછો થશે.