Moon Transit 2024: જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમા એટલે કે ચંદ્ર દેવને એક વિશેષ સ્થાન પ્રાપ્ત છે, જે મન અને માતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રમા કર્ક રાશિનો સ્વામી છે, જે દરેક રાશિમાં લગભગ 54 કલાક એટલે કે અઢી દિવસ સુધી વિરાજમાન રહે છે. જો કે, આ સમયગાળા દરમિયાન એક કે બે વાર ચંદ્ર દેવ નક્ષત્ર પરિવર્તન જરૂર કરે છે. જેટલી ઊંડી અસર ચંદ્રના રાશિ પરિવર્તનની 12 રાશિના લોકોના જીવન પર પડે છે. એટલી જ અસર ચંદ્રના નક્ષત્ર પરિવર્તનની સામાન્ય લોકોના જીવન પર જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક પંચાંગ અનુસાર ગત 1 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 2:23 વાગ્યે મનના કારક ગ્રહ ચંદ્રમાએ જ્યેષ્ઠ નક્ષત્રમાં ગોચર કર્યુ છે, જેનો સ્વામી બુધ દેવ છે. આજે અમે તમને પંચાંગની મદદથી તે ત્રણ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના લોકો પર ચંદ્રનું આ ગોચરનો શુભ પ્રભાવ પડશે.


આ 3 રાશિઓ માટે શુભ રહેશે ચંદ્ર ગોચર 
વૃષભ રાશિ

ડિસેમ્બર મહિનો વૃષભ રાશિના લોકો માટે યાદગાર રહેવાનો છે. ચંદ્ર દેવની વિશેષ કૃપાથી દુકાનદારોના અટકેલા કામ જલ્દી પૂરા થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે અથવા નોકરી કરવાનું વિચારી રહ્યા છે, તેમને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. હેલ્થ અને મીડિયા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. વૃદ્ધોને આંખ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.


શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ


સિંહ રાશિ
જે લોકો પરિણીત છે અને જે જાતક રિલેશનશિપમાં છે તેમની લવ લાઈફમાં ખુશનો માહોલ રહેશે. ચંદ્ર ભગવાનની વિશેષ કૃપાથી સિંહ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરી કરતા લોકોના કામની તેમના બોસ ઓફિસમાં અન્ય સહકર્મીઓની સામે વખાણ કરી શકે છે. દુકાનદારોનું કાર ખરીદવાનું સપનું આ મહિને પૂરું થઈ શકે છે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. અવિવાહિત લોકોના લગ્ન વર્ષ 2024ના અંત પહેલા નક્કી થઈ શકે છે.


કુંભ રાશિ
અચાનક ઘન લાભ થવાથી કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. જુના રોકાણમાંથી દુકાનદારોને મોટો નફો થઈ શકે છે. નોકરી કરતા લોકો પગાર સિવાયના કોઈપણ સ્ત્રોતમાંથી પૈસા મેળવી શકે છે. અપરિણીત લોકો મિત્રો અથવા સંબંધીઓ સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકે છે. વિવાહિત યુગલોના પ્રેમ સંબંધ મજબૂત થશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય આગામી થોડા દિવસો સુધી સારું રહેશે.


(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)