Chandra Grahan 2023: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થયું અને હવે 5મી મેના રોજ વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 5મી મેના રોજ રાતે 8.45 વાગે શરૂ થશે અને 6ઠ્ઠી મેના રોજ મધરાતે 1 વાગે સમાપ્ત થશે. જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં આથી તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં. પૂર્ણિમાના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ રહેશે. આ ચંદ્રગ્રહણ  કેટલીક રાશિઓ માટે ખુબ શુભ  રહેશે. જાણો કઈ રાશિવાળા માટે ચંદ્રગ્રહણ ખુબ શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિઓ માટે શુભ છે ચંદ્રગ્રણ 2023


મિથુન રાશિ
વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ મિથુન રાશિવાલા માટે ખુબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ લોકોને નોકરીમાં ઉન્નતિ મળી શકે છે. આવક વધી શકે છે. નવી નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે. વેપારીઓ માટે પણ સારો સમય છે. નફો થશે. વિદેશયાત્રા પર જઈ શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળાને આ ચંદ્રગ્રહણ લાભ કરાવશે. તમારા લક્ષ્યને પૂરું કરવામાં સફળ થશો. મોટી સફળતા મળવાના યોગ છે. પરીક્ષા-સ્પર્ધામાં સફળતા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ મામલે તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. ધર્મ-કર્મમાં રસ વધશે. તણાવ-પરેશાનીઓથી રાહત મળશે. 


મકર રાશિ
મકર રાશિવાળાઓને આ ચંદ્રગ્રહણ ખુબ ફાયદો કરાવશે. જો કે તેમના પર શનિની સાડા સાતી ચાલુ છે પરંતુ આ સમય આ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ કરવાની તક આપશે. આવક વધશે. સંપત્તિ વધશે. અટકાયેલા પૈસા પાછા મળશે. એકથી વધુ સ્ત્રોતથી કમાણી કરવાની તક મળશે. કાર્યસ્થળ પર માન સન્માન વધશે. 


કોના માટે ભારે


મેષ રાશિ
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકો માટે સારું નહીં રહે. સતર્ક રહેવાની જરૂર. આ સમયગાળામાં મેષ રાશિવાળા કોઈ ઉતાવળમાં નિર્ણય ન લે નહીં તો ફસાઈ શકો છો. તેનો પ્રભાવ આર્થિક રીતે ઝેલવો પડશે. મન અશાંત રહેશે અને કાનૂની વિવાદમાં ફસાઈ શકવાની શક્યતા છે. 


વૃષભ રાશિ
આ સમયગાળામાં સતર્ક રહેજો. ચંદ્રગ્રહણ દરમિયાન બિનજરૂરી વિવાદ થઈ શકે છે. પરિવારમાં મનમોટાવની સ્થિતિ પેદા થશે. જીવનમાં આવી રહેલી સમસ્યાઓના કારણે મન પરેશાન રહેશે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર અશુભ અસર પડી શકે છે. આ જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઝેલવી પડી શકે છે. નોકરીમાં બાધા ઉત્પન્ન થશે. ગ્રહણના સમય દરમિયાન ભગવાન ભોલેનાથની આરાધના કરવી સારી રહેશે.