Chandra Grahan 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે હોળી પર પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. જોકે આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ તેનો પ્રભાવ કેટલીક રાશિ પર ચોક્કસથી પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિ એવી છે જેમને ચંદ્રગ્રહણ શુભ ફળ આપશે જ્યારે કેટલીક રાશિ એવી છે જેમના પર ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ વધારે જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગ્રહદોષ, આર્થિક તંગી, સ્વાસ્થ્ય સમસ્યા દુર કરવા માટે હોળીના દિવસે કરી લેજો આ ઉપાય


વર્ષ 2024 નું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે હશે. આ દ્રષ્ટિ થી કહીએ તો આ વર્ષની હોળી કેટલીક રાશિના લોકો માટે ભારે હશે. તો ચાલો તમને પણ જણાવીએ કે હોળી દરમિયાન કઈ કઈ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે.


આ પણ વાંચો: Shaniwar ke Upay: શનિવારે કરો આ સરળ ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે શનિ મહારાજ


મિથુન રાશિ


આ રાશિના લોકોને ચંદ્રગ્રહણ મિશ્રિત પરિણામ આપશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન સ્ટ્રેસ અને થાક વધારે રહેશે. નોકરી કે બિઝનેસમાં પણ સમજી વિચારીને આગળ વધવું. વેપારમાં નવી શરૂઆત કરવાની હોય તો આ સમય દરમિયાન ટ્રાય ન કરો. પ્રેમ સંબંધમાં પણ પરેશાની આવી શકે છે. 


આ પણ વાંચો: શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, 7 એપ્રિલથી 3 રાશિના લોકોને થશે લાભ જ લાભ


સિંહ રાશિ


ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકોના જીવનમાં પણ સમસ્યાઓ લાવી શકે છે. આ સમય દરમિયાન તેમને પડકારોનો સામનો કરવો પડી શકે છે.. ચંદ્રગ્રહણ દરમિયાન શત્રુઓથી સાવધાન રહેવું. કોઈપણ કાર્ય કરો તો તેમાં ધીરજ રાખો. સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. 


આ પણ વાંચો: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન


વૃશ્ચિક રાશિ


આ વર્ષનું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો પર પણ નકારાત્મક પ્રભાવ પાડશે. આ સમય દરમિયાન ક્રોધ કરવાથી બચવું અને લડાઈ ઝઘડાથી દૂર રહેવું. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી. ચંદ્રગ્રહણ નવા પડકારો લાવી શકે છે. તેથી આ સમય દરમિયાન સતત રહેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)